કર્ણાટકની મહિલામાં દુર્લભ બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી.
કર્ણાટકની મહિલામાં દુર્લભ બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી.
Published on: 01st August, 2025

કર્ણાટકની 38 વર્ષની મહિલામાં એક નવું બ્લડ ગ્રૂપ મળ્યું છે જે દુનિયામાં ક્યાંય જોવા મળ્યું નથી. આ મહિલા કાર્ડિયાક સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ થઈ ત્યારે તેના લોહીના અસામાન્ય ગ્રુપની જાણ થઇ. તેનું બ્લડ ગ્રુપ O RH positive છે પણ O positive બ્લડ ગ્રુપનું એક પણ યુનિટ તેને match થતું નહોતું. CIRBએ આને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી.