મકાઈના ભાવ ઘટતાં ખેડૂતોમાં રોષ, ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માંગ.
મકાઈના ભાવ ઘટતાં ખેડૂતોમાં રોષ, ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માંગ.
Published on: 20th March, 2026

વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના મકાઈના ખેડૂતો આર્થિક સંકટમાં છે. મકાઈનો પાક તૈયાર હોવા છતાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે અસંતોષ છે. ગત વર્ષે મકાઈનો ભાવ રૂ.2200-2300 હતો, જે આ વર્ષે ઘટીને રૂ.1500-1600 થયો છે. ખેડૂતો APMC થકી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા રજૂઆત કરી રહ્યા છે.