વલસાડના ખેડૂતનો જાદુઈ આંબો: એક આંબા પર 22 જાતની કેરી – દેશી અને વિદેશી!
વલસાડના ખેડૂતનો જાદુઈ આંબો: એક આંબા પર 22 જાતની કેરી – દેશી અને વિદેશી!
Published on: 29th March, 2026

દક્ષિણ ગુજરાતમાં એક ખેડૂતે અનોખો પ્રયોગ કર્યો છે. શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક ચમત્કારી આંબો તૈયાર કર્યો છે. જેના પર 22 જેટલી વિવિધ જાતોની કેરીઓ જોવા મળે છે. આંબા પર ગ્રાફ્ટિંગ પદ્ધતિથી અનેક સ્વાદ અને આકારની કેરીઓ ઉગાડવામાં આવી રહી છે. આ પ્રયોગની શરૂઆત ગયા વર્ષના ચોમાસા દરમિયાન થઈ હતી.