કેસર કેરીની સીઝન મોડી થવાની સંભાવના, બદલાતા હવામાનથી ખેડૂતો ચિંતામાં.
કેસર કેરીની સીઝન મોડી થવાની સંભાવના, બદલાતા હવામાનથી ખેડૂતો ચિંતામાં.
Published on: 30th November, 2025

ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન આ વર્ષે મોડી શરૂ થવાની સંભાવના છે. ક્લાઈમેટ ચેન્જને કારણે આંબા પર મોર મોડો આવ્યો છે. વરસાદી સિઝન લાંબી ચાલવાથી વૃક્ષોને પૂરતો આરામ મળ્યો નથી. ખેડૂતોને કૃષિ નિષ્ણાંતોની સલાહ લેવાની ભલામણ કરવામાં આવે છે અને દવાઓનો છંટકાવ કરવો જોઈએ. જો કે, મેંદરડાના એક ખેડૂતના બગીચામાં વહેલું ફ્લાવરિંગ જોવા મળ્યું છે, જેથી કેરીના ચાહકો માટે આ વર્ષે કેરીની શરૂઆત મોડી થશે અને ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.