દુષ્કાળની સ્થિતિ: 2018માં 51 તાલુકા અસરગ્રસ્ત, ચાલુ વર્ષે કેટલા?
દુષ્કાળની સ્થિતિ: 2018માં 51 તાલુકા અસરગ્રસ્ત, ચાલુ વર્ષે કેટલા?
Published on: 07th September, 2026

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે દુષ્કાળ જાહેર કરવાની માગ ઉઠી રહી છે. 2016ના નવા દુષ્કાળ મેન્યુઅલ મુજબ, સતત 4 અઠવાડિયા વરસાદ ન પડે તો દુષ્કાળ જાહેર થઈ શકે છે. 2018માં 51 તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હતા, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓનો સમાવેશ હતો. આ વખતે, કચ્છ ઝોનમાં માત્ર 29.49% વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ઓછો છે. નવા નિયમો મુજબ, જમીનમાં ભેજ અને પાકના વિકાસનું મૂલ્યાંકન કરીને દુષ્કાળની જાહેરાત કરવામાં આવશે.