Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
ગુજરાત રાજ્ય સ્થાપના દિન
ગુજરાત રાજ્ય સ્થાપના દિન

"જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત...." તેમજ "મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત..... ગુજરાત મોરી મોરી રે.." જેવી અનેક કાવ્યપંક્તિ ગાતાં આપણા હૃદયમાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ છલકાય છે. "ગુજરાત" શબ્દ સાંભળતાં જ આપણા મન-મસ્તિષ્કમાં એક અનોખો ગર્વ થાય છે. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1960 હેઠળ બૃહદ્ મુંબઈ રાજ્યનું વિભાજન થતાં 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાચીન સમયમાં ગુજરાત રાજ્યનો વિસ્તાર 'આનર્ત પ્રદેશ', 'લાટ પ્રદેશ' વગેરે જેવાં નામે ઓળખાતો હતો. ધીમે ધીમે અહીં 'ગૂર્જર' લોકો રહેવા આવ્યા એટલે 'ગૂર્જર પ્રદેશ' કહેવાયો. ગૂર્જર પ્રદેશમાંથી 'ગુજ દેશ' અને તેમાંથી 'ગુજરાત' નામ ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. 'ગુજરાત' શબ્દનો પ્રથમ ઉલ્લેખ 1233 માં લખાયેલા 'આબુરાસ' નામના પુસ્તકમાં જોવા મળે છે. દેશની આઝાદી પછી વિવિધ રજવાડાંઓના એકત્રીકરણ થકી ઊભા થયેલા એકમોનું શરૂઆતમાં ચાર વર્ગોમાં અ, બ, ક અને ડ એમ વિભાજન કરવામાં આવેલ, આ એક કામચલાઉ વ્યવસ્થા હતી. ત્યાર બાદ ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગ ઊભી થઈ હતી. ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા 'ઈન્દુચાચા'ના હુલામણા નામે ઓળખાતા ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલીન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવા માટે સપ્ટેમ્બર, 1956 માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરી. આ પરિષદના નેજા હેઠળ શરૂ થયેલી મહાગુજરાત ચળવળને 1 મે, 1960 ના રોજ સફળતા મળી. જેના ફળસ્વરૂપે 1960 માં કેન્દ્ર સરકારે 'રાજ્ય પુનઃરચના કાયદો-1956'ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની રચના કરી. કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનનો ખરડો પસાર કર્યો. મહાગુજરાત આંદોલનના નેતાઓમાં ઈન્દુચાચા ઉપરાંત ભાઈલાલભાઈ (ભાઈકાકા), બ્રહ્મકુમાર ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે. મહાગુજરાત આંદોલનના પરિણામે મરાઠી ભાષા ધરાવતા વિસ્તારમાં 'મહારાષ્ટ્ર રાજ્ય' અને ગુજરાતી ભાષા ધરાવતા વિસ્તારમાં 'ગુજરાત રાજ્ય'ની રચના કરવામાં આવી. ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો પણ સમાવેશ કરવામાં આવ્યો. 1 મે, 1960 ના રોજ સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજ દ્વારા ગુજરાત રાજ્યની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. ગુજરાતમાં રચાયેલી નવી સરકારના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડૉ. જીવરાજ મહેતા અને પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગ ની નિમણૂક કરવામાં આવી હતી. શરૂઆતમાં ગુજરાતની રાજધાની અમદાવાદ રાખવામાં આવી હતી, ત્યાર બાદ 1965 માં ગાંધીનગરનું નિર્માણ કરીને તેને ગુજરાત રાજ્યનું પાટનગર બનાવવામાં આવ્યું. 'જય જય ગરવી ગુજરાત'

01st May

Read more
ગુજરાત રાજ્ય સ્થાપના દિન
01st May
"જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત...." તેમજ "મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત..... ગુજરાત મોરી મોરી રે.." જેવી અનેક કાવ્યપંક્તિ ગાતાં આપણા હૃદયમાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ છલકાય છે. "ગુજરાત" શબ્દ સાંભળતાં જ આપણા મન-મસ્તિષ્કમાં એક અનોખો ગર્વ થાય છે. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1960 હેઠળ બૃહદ્ મુંબઈ રાજ્યનું વિભાજન થતાં 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.
પ્રાચીન સમયમાં ગુજરાત રાજ્યનો વિસ્તાર 'આનર્ત પ્રદેશ', 'લાટ પ્રદેશ' વગેરે જેવાં નામે ઓળખાતો હતો. ધીમે ધીમે અહીં 'ગૂર્જર' લોકો રહેવા આવ્યા એટલે...
Read more
આંતરરાષ્ટ્રીય મજૂર દિન
આંતરરાષ્ટ્રીય મજૂર દિન

સમગ્ર વિશ્વમાં 1 મે નો દિવસ 'આંતરરાષ્ટ્રીય મજૂર દિન' કે 'આંતરરાષ્ટ્રીય કામદાર દિન' તરીકે ઊજવવામાં આવે છે. જગતનાં મજૂર સંગઠનોએ કામકાજનો દિવસ 8 કલાક નો જ હોવો જોઈએ તે માટે મોટી લડત આપવી પડી હતી. જોકે, આ ઉદ્દેશ સફળ બનાવવા માટે મજૂર સંગઠનોએ ભારે સંઘર્ષ કરવો પડયો હતો અને તેથી જ વિશ્વમાં આ દિવસને 'આંતરરાષ્ટ્રીય મજૂર (કામદાર) દિન' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને કામદારો આઠ કલાકના કામકાજ દિન તરીકે તો મનાવે છે જ, પરંતુ તેની સાથે-સાથે તેઓ આ દિવસે મૂડીવાદી પદ્ધતિઓ અને નીતિરીતિઓને પણ પડકારે છે. યુ. એસ. અને યુ. કે. સહિત દુનિયાના અનેક દેશોમાં કામદારો માટે કામકાજના 10 કલાક હતા. તેમનું શારીરિક અને માનસિક રીતે શોષણ થતું હતું. આ બાબતને લઈને 21 એપ્રિલ, 1956 ના રોજ ઓસ્ટ્રેલિયામાં એક હડતાળ પાડવામાં આવી, જેમાં કામના કલાક માત્ર આઠ જ હોવા જોઈએ તેવા અધિકારની માંગણી કરવામાં આવી હતી. શરૂઆતમાં તો આ હડતાળને માત્ર એક સાધારણ હડતાળ તરીકે જ ગણવામાં આવી હતી, પરંતુ 1956 ની આ હડતાળને મળેલી અભૂતપૂર્વ સફળતાથી પ્રેરાઈને કામદારોએ નક્કી કર્યું હતું કે, દર વર્ષે એક દિવસ કામકાજ બંધ રાખવાથી મજૂર સંગઠનના ઉદ્દેશોને બળ મળશે. યુ. એસ.ના નેશનલ યુનિયન ઓફ લેબર જેવાં સંગઠનોએ ઓસ્ટ્રેલિયા પાસેથી પ્રેરણા મેળવીને 1 મે, 1966 ના દિવસે રાષ્ટ્રીય હડતાળ પાડવાનું અને દેખાવો યોજવાનું નક્કી કર્યું. આ બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર શિકાગો માં હતું. 1 મે, 1966 ની હડતાળને બહોળો પ્રતિસાદ મળતાં તે સંપૂર્ણ સફળ બની હતી. ત્યાર બાદ શિકાગોના હે માર્કેટ સ્કવેરમાં બનેલા બનાવને લઈને મજૂર સંગઠનની પ્રવૃત્તિઓને વધારે વેગ મળ્યો હતો. અમેરિકામાં 'વિશ્વ મજૂર દિન' (વર્લ્ડ લેબર ડે) ઊજવવાનો પ્રસ્તાવ 1 મે, 1889 ના રોજ અમલમાં આવ્યો હતો. જ્યારે ભારતમાં મજૂર દિવસની ઉજવણી ત્યાર પછીના 34 વર્ષ બાદ શરૂ કરવામાં આવી હતી. ભારતમાં પણ મજૂરો અત્યાચાર અને શોષણ સામે અવાજ ઉઠાવતા હતા. ડાબેરીઓ મજૂર સંગઠનોની આગેવાની કરી રહ્યા હતા. તેમની ચળવળને ધ્યાનમાં રાખીને 1 મે, 1923 ના રોજ ચેન્નાઈમાં સૌ પ્રથમવાર મજૂર દિનની ઉજવણી કરવામાં આવી હતી. લેબર કિસાન પાર્ટી ઑફ હિંદુસ્તાન આ દિવસની ઉજવણીમાં અગ્રસ્થાને હતી. ઘણી સંસ્થાઓ અને સામાજિક રાજકીય પક્ષોએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો. 'આંતરરાષ્ટ્રીય મજૂર દિન' દર વર્ષે અલગ અલગ થીમ પર ઊજવવામાં આવે છે. વર્ષ 2023 માં મજૂર દિન ઊજવવાની થીમ 'સકારાત્મક સુરક્ષા અને હેલ્થ કલ્ચરના નિર્માણ માટે સાથે મળીને કામ કરવું' રાખવામાં આવી હતી. ગુજરાત રાજ્ય જુદાં જુદાં ઔદ્યોગિક ગૃહોના માલિકો, મજૂરો તેમજ સમાજને એકસરખી રીતે નુકસાનકારક એવી મોટી મોટી કામદાર ચળવળોથી મહદંશે મુક્ત રહ્યું હતું. દેશના અન્ય ભાગોની પરિસ્થિતિની સરખામણીમાં ગુજરાતના મજૂરોના પ્રશ્નો અંગે ગાંધીવાદી અભિગમની થયેલી અસરોને કારણે ગુજરાતમાં ઔદ્યોગિક શાંતિ જાળવાઈ રહી હતી. આ માટે બોમ્બે ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ એક્ટ, 1946 અને ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્લેટ્સ, 1947 હેઠળ રચવામાં આવેલા તંત્રથી પણ ઘણી સહાય મળી છે. ગુજરાતમાં મજૂરોના કલ્યાણ અર્થે ટ્રેડ યુનિયન્સ ઍક્ટ, લઘુતમ વેતન, લઘુતમ બોનસ, કામદાર કલ્યાણ બોર્ડ, કામદાર શિક્ષણ, ગૃહનિર્માણ વગેરે જેવા કાયદાઓ અને નિયમો અમલમાં છે. ઉપરોક્ત વિવિધ યોજનાઓની નીતિ ચાલુ રાખતાં, ઉદ્યોગો અને કામદાર મંડળો વચ્ચે સંબંધો સ્નેહભર્યા બન્યા. જેના પરિણામે કામદારોની નોકરી અને જીવનધોરણમાં સુધારો થયો, એટલું જ નહીં, પણ ઉદ્યોગોની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો. જેમણે આજીવન કામદાર કલ્યાણ પ્રવૃત્તિના પોતાના સેવાયજ્ઞ દ્વારા સદાય ચેતનવંતુ વાતાવરણ ઊભું કર્યું હતું, તેવા કામદારોના લોકપ્રિય અને મક્કમ મનોબળ ધરાવનાર નેતા એવા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકને આજના દિને યાદ કરવામાં આવે છે. મજૂરોની કલ્યાણકારી પ્રવૃત્તિના મહાયજ્ઞમાં આપણો યત્કિંચિત્ ફાળો આપી કામદાર કલ્યાણના મહાયજ્ઞની ક્ષિતિજોનું વિસ્તરણ કરતાં રહીએ.

01st May

Read more
આંતરરાષ્ટ્રીય મજૂર દિન
01st May
સમગ્ર વિશ્વમાં 1 મે નો દિવસ 'આંતરરાષ્ટ્રીય મજૂર દિન' કે 'આંતરરાષ્ટ્રીય કામદાર દિન' તરીકે ઊજવવામાં આવે છે. જગતનાં મજૂર સંગઠનોએ કામકાજનો દિવસ 8 કલાક નો જ હોવો જોઈએ તે માટે મોટી લડત આપવી પડી હતી. જોકે, આ ઉદ્દેશ સફળ બનાવવા માટે મજૂર સંગઠનોએ ભારે સંઘર્ષ કરવો પડયો હતો અને તેથી જ વિશ્વમાં આ દિવસને 'આંતરરાષ્ટ્રીય મજૂર (કામદાર) દિન' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને કામદારો આઠ કલાકના કામકાજ દિન તરીકે તો મનાવે છે જ, પરંતુ તેની સાથે-સાથે તેઓ આ દિવસે મૂડીવાદી પદ્ધતિઓ અને નીતિરીતિઓને પણ પડકારે છે.
યુ....
Read more
શાંતા ગાંધી પુણ્યતિથિ
શાંતા ગાંધી પુણ્યતિથિ

ગુજરાતી રંગભૂમિના ઉચ્ચ દરજ્જાના કલાકાર શાંતા ગાંધીનો જન્મ ૨૦ ડિસેમ્બર, ૧૯૧૭ ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં થયો હતો. તેઓ મુંબઈ અને પુનામાં ભણ્યા હતા. અહી તેઓ ઇન્દિરા ગાંધીના સહાધ્યાયી અને મિત્ર પણ બન્યા હતા. વિધાર્થીવસ્થામાં સામ્યવાદી વિચારધારાનો રંગ પણ લાગેલો. એન્જીનીયર પિતાની ઇચ્છા મુજબ મેડીસીનનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા, પણ ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરુ થતા તેમનો મેડીકલનો અભ્યાસ અધુરો રહ્યો હતો. શાંતા ગાંધીનો જીવ નાટકનો હતો. યુવાવસ્થામાં સંસ્કૃત નાટકો પ્રત્યેના લગાવને લઇ ભરતમુનિના નાટ્યશાસ્ત્રથી લઇ કાલિદાસ, ભાસ, ભવભૂતિ જેવા અનેક પ્રાચીન નાટ્યકારોને આત્મસાત કર્યા, તેમના વિષે ભણ્યા અને ભણાવ્યું. નાટકોમાં તેમને લોકનાટ્યનું ભવાઇ સ્વરૂપ વિશેષ પસંદ હતું. તેમના રઝીયા સુલતાન અને જસમા ઓડણ નાટકો વિશેષ પસિદ્ધિ પામ્યા હતા. તેમાંય જસમા ઓડણ નાટક તો સમકાલીન નાટકોમાં સીમાચિન્હરૂપ લેખાયું હતું. નાટકો સિવાય તેમણે એક ટૂંકો વાર્તા સંગ્રહ 'ઉગતા છોડ' અને ગુજરાતીમાં 'અવિનાશ' નામની નવલકથા લખી હતી. તેમના 'ગુજરાતણના પગલે પગલે' માં પ્રાચીન અને આધુનિક મહિલાઓના સ્કેચ શામેલ છે. શાંતા ગાંધી ઇન્ડિયન પીપલ્સ થીયેટર એસોસિએશન [IPTA]ના સ્થાપક સભ્ય પણ હતા. તેમણે ૧૯૮૧માં "અવેહી" નામની સંસ્થા પણ ઉભી કરી હતી. શાંતા ગાંધી સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને ૧૯૮૪માં પદ્મશ્રીથી વિભૂષિત થયા હતા. બાલ ભવન અને રાષ્ટ્રીય ચિલ્ડ્રન મ્યુઝીયમના નિયામક તરીકે પણ તેઓએ સેવા આપી હતી. ૬ મે,૨૦૦૨ ના રોજ મુંબઈમાં ૮૪ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

06th May

Read more
શાંતા ગાંધી પુણ્યતિથિ
06th May

ગુજરાતી રંગભૂમિના ઉચ્ચ દરજ્જાના કલાકાર શાંતા ગાંધીનો જન્મ ૨૦ ડિસેમ્બર, ૧૯૧૭ ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં થયો હતો. તેઓ મુંબઈ અને પુનામાં ભણ્યા હતા. અહી તેઓ ઇન્દિરા ગાંધીના સહાધ્યાયી અને મિત્ર પણ બન્યા હતા. વિધાર્થીવસ્થામાં સામ્યવાદી વિચારધારાનો રંગ પણ લાગેલો. એન્જીનીયર પિતાની ઇચ્છા મુજબ મેડીસીનનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા, પણ ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરુ થતા તેમનો મેડીકલનો અભ્યાસ અધુરો રહ્યો હતો. શાંતા ગાંધીનો જીવ નાટકનો હતો. યુવાવસ્થામાં સંસ્કૃત નાટકો પ્રત્યેના લગાવને લઇ ભરતમુનિના નાટ્યશાસ્ત્રથી લઇ કાલિદાસ, ભાસ, ભવભૂતિ જેવા અનેક પ્રાચીન નાટ્યકારોને આત્મસાત કર્યા, તેમના વિષે ભણ્યા અને ભણાવ્યું.

નાટકોમાં...

Read more
વિશ્વ રેડ ક્રોસ દિન
વિશ્વ રેડ ક્રોસ દિન

માનવ માનવ વચ્ચેના સંબંધોમાં માનવતા લાવવી, ઉપરાંત જાતિ, ધર્મ, રંગ કે રાષ્ટ્રીય વિચારસરણીથી ઉપર ઊઠીને આપત્તિઓમાં પ્રતિક્રિયાઓ આપવી અને તાત્કાલિક મદદ કરવી, માનવમૂલ્યોના સિદ્ધાંતોને સમર્થન આપી આરોગ્ય સેવા માટે હંમેશાં તૈયાર રહેવાનાં કાર્યોને વધુ વેગ આપવા અને જનજાગૃતિ અર્થે દર વર્ષે 8 મે ના રોજ 'વિશ્વ રેડ ક્રોસ દિન' ઊજવવામાં આવે છે. જે 'રેડ ક્રેસન્ટ' તરીકે પણ ઓળખાય છે. 8 મે, 1864 ના રોજ હેનરી યુનેટ દ્વારા સ્વિટ્ઝરલેન્ડના જિનીવા શહેરમાં આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ મહાન માનવતાવાદી વ્યક્તિનો જન્મ પણ 8 મેના રોજ થયો હતો. તેથી તેમને સ્મરણાંજલિ આપવા 8 મે ના રોજ સમગ્ર વિશ્વમાં 'રેડ ક્રોસ ડે' ઊજવવામાં આવે છે. તેઓ રેડક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિના સ્થાપક તેમજ પ્રથમ નૉબલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર મહાનુભાવ હતા. શાંતિને વરેલી 'આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સંસ્થા' એ યુદ્ધના ઘર્ષણભર્યા સમયમાં જન્મ લીધો હતો. યુદ્ધ સમયે ખુવાર થઈ ગયેલા અને જાનમાલના નુકસાનનો ભોગ બનેલા લોકોને માનવતાવાદી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ દ્વારા મદદ કરવાનો ખ્યાલ ઉદ્દભવ્યો અને સમય જતાં રેડ ક્રોસ સંસ્થાનો ઉદય થયો. આ દિવસે સ્વયંસેવક જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે હંમેશાંની માફક તૈયાર રહે છે, તેમના ઉત્સાહમાં વધારો કરવા માટે તેમને સન્માનિત કરવામાં આવે છે. પ્રથમ વિશ્વ રેડ ક્રોસ દિન 8 મે, 1948 ના રોજ ઊજવવામાં આવ્યો હતો. બ્રિટન, ફ્રાંસ, ઈટાલી, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ આ પાંચ સંસ્થાપક દેશ દ્વારા ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રૉસની સ્થાપના કરવામાં આવી. અત્યારે આશરે 190 દેશો રેડ ક્રોસ સોસાયટી સાથે જોડાયેલા છે. રેડ ક્રોસ સોસાયટીનું મુખ્ય મથક જિનીવા - સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. ભારતમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના 1920 માં કરવામાં આવી હતી. હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ રેડક્રોસ સોસાયટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય છે. ગુજરાતમાં 26 ફેબ્રુઆરી, 1961 માં રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના થઈ હતી અને 7 એપ્રિલ, 1961 ના રોજ તેને માન્યતા પ્રાપ્ત થઈ હતી. રાજ્યસ્તરે રાજ્યપાલ આ સંસ્થાના અધ્યક્ષપદે હોય છે. કુદરતી કે માનવસર્જિત આફતો સમયે લોકોને તાત્કાલિક સારવારમાં મદદ તથા સહાનુભૂતિ સાથે સહાયતા કરવી તેવો ઉદ્દેશ રેડ ક્રોસ સંસ્થાનો છે. આકસ્મિક સમયમાં લોહીની જરૂરિયાત પૂરી પાડવામાં રેડ ક્રોસ સંસ્થા અગ્રેસર છે. રેડ ક્રોસ સંસ્થાના મુખ્ય 7 સિદ્ધાંતો છે. જેમાં... 1. માનવતા, 2. નિષ્પક્ષતા, 3. તટસ્થતા, 4. સ્વતંત્રતા, 5. સ્વૈચ્છિક સેવા, 6. એકતા અને 7. વૈશ્વિકતાનો સમાવેશ થાય છે.   આપણે પણ વિશ્વ રેડ ક્રોસ દિન નિમિત્તે સમાજ અને માનવતાના ભલા માટે કામ કરવાનો સંકલ્પ કરીએ.

08th May

Read more
વિશ્વ રેડ ક્રોસ દિન
08th May
માનવ માનવ વચ્ચેના સંબંધોમાં માનવતા લાવવી, ઉપરાંત જાતિ, ધર્મ, રંગ કે રાષ્ટ્રીય વિચારસરણીથી ઉપર ઊઠીને આપત્તિઓમાં પ્રતિક્રિયાઓ આપવી અને તાત્કાલિક મદદ કરવી, માનવમૂલ્યોના સિદ્ધાંતોને સમર્થન આપી આરોગ્ય સેવા માટે હંમેશાં તૈયાર રહેવાનાં કાર્યોને વધુ વેગ આપવા અને જનજાગૃતિ અર્થે દર વર્ષે 8 મે ના રોજ 'વિશ્વ રેડ ક્રોસ દિન' ઊજવવામાં આવે છે. જે 'રેડ ક્રેસન્ટ' તરીકે પણ ઓળખાય છે.
8 મે, 1864 ના રોજ હેનરી યુનેટ દ્વારા સ્વિટ્ઝરલેન્ડના જિનીવા શહેરમાં આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ મહાન માનવતાવાદી વ્યક્તિનો જન્મ પણ...
Read more
રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટૅક્નોલોજી) દિન
રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટૅક્નોલોજી) દિન

દર વર્ષે 11 મે ના રોજ, ભારત દેશના વિકાસમાં વૈજ્ઞાનિકો, ઈજનેરો અને ટૅક્નોલોજીસ્ટસની નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવવા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે 'રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટેક્નોલોજી) દિન' ઊજવવામાં આવે છે. 1998 માં આજના દિવસે આપણા દેશ દ્વારા પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ પ્રસંગની યાદમાં આપણા દેશમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિન ઊજવવામાં આવે છે. આઝાદી પછી, ભારતે જે ક્ષેત્રોમાં વિકાસ અને અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તેમાંનું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેક્નોલોજી. આ ક્ષેત્રની પ્રગતિ સાથે આવનારા ભવિષ્યમાં સંભવિત મહાસત્તા છે તેવા દેશોની યાદીમાં ભારતનું સ્થાન અગ્રહરોળમાં છે.   રાષ્ટ્રીય ટૅક્નોલોજી દિવસ એ સંરક્ષણ, ટેક્નોલોજી, કૃષિ, આરોગ્યસંભાળ, સંદેશાવ્યવહાર અને અવકાશ સંશોધન જેવાં વિવિધ ક્ષેત્રોમાં ભારતીય વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેક્નોલોજીસ્ટસની ઉત્કૃષ્ટ સિદ્ધિઓને યાદ કરી અને તેની પ્રશંસા કરવા તેમજ દેશની પ્રગતિમાં તેઓના મૂલ્યવાન યોગદાનને સ્વીકારવાનો અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિન યુવા પેઢીને STEAM (Science, Technology, Engineering, Art and Mathematics) ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટેનો પ્રેરણાસ્રોત બને છે. આ દિનની ઉજવણીથી રાષ્ટ્રમાં સંશોધન અને નવીનતમ ટેક્નોલોજીને પ્રોત્સાહન મળે છે. પોખરણ પરમાણુ પરીક્ષણ રાજસ્થાનના પોખરણમાં 11 મે, 1998 ના રોજ કરવામાં આવેલા સફળ પરમાણુ પરીક્ષણ દ્વારા ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતને સ્વતંત્ર પરમાણુશક્તિ બનાવવાનું સ્વપ્ન સિદ્ધ કર્યું હતું. આ પરીક્ષણ 'પોખરણ-2' તરીકે ઓળખાય છે. આ પરીક્ષણ માટે વૈજ્ઞાનિકો, સંશોધકો અને ઈજનેરોની એક સમર્પિત ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમણે રાતદિવસ જોયા વિના કાર્ય કર્યું હતું. આ મિશન ખૂબ જ ગુપ્ત હતું. કારણ કે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ટીકા-ટિપ્પણનો ભોગ બનવા માંગતું ન હતું.    પોખરણમાં, આ પરમાણુ પરીક્ષણો ભારતીય સેનાની પોખરણ ટેસ્ટ રેન્જમાં હાથ ધરવામાં આવ્યાં હતાં. સફળ પરીક્ષણ કરવા માટે શ્રેણીબદ્ધ પાંચ પરમાણુ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. જેમાં, ભારતના 'મિસાઈલ મેન' તરીકે સુપ્રસિદ્ધ અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ બનેલા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ મુખ્ય માર્ગદર્શક રહ્યા હતા. આ સફળ પરીક્ષણ પૂર્ણ કર્યા પછી, ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતને પરમાણુ રાષ્ટ્ર જાહેર કર્યું હતું. વૈશ્વિક સ્તરે 'પરમાણુ કલબ'ના પાંચ સભ્ય રાષ્ટ્રો આ પરીક્ષણનો વિરોધ કરતા હોવાથી આ મિશન એક ખાસ કોડ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ મિશનનો કોડ 'ઑપરેશન શક્તિ' હતો. આ ગુપ્ત મિશનની સફળતાને ભારતની વૈજ્ઞાનિક સફળતાની સફરમાં એક મોટું સીમાચિહ્ન માનવામાં આવે છે. પરીક્ષણ પહેલાંના બે દાયકા અગાઉ, આ મિશન હાથ ધરવા માટે ભારત સંપૂર્ણપણે સજ્જ ન હતું. પોખરણ પરમાણુ પરીક્ષણની સફળતાએ દેશને વિશ્વસ્તરે અગ્રહરોળમાં મૂકી દીધો. ભવિષ્યમાં તકનિકી અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં વધુ પ્રગતિ સાથે સફળતાની વધુ ઊંચાઈઓ સુધી પહોંચવાના નિર્ધાર સાથે, આપણા દેશમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

11th May

Read more
રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટૅક્નોલોજી) દિન
11th May
દર વર્ષે 11 મે ના રોજ, ભારત દેશના વિકાસમાં વૈજ્ઞાનિકો, ઈજનેરો અને ટૅક્નોલોજીસ્ટસની નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવવા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે 'રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટેક્નોલોજી) દિન' ઊજવવામાં આવે છે. 1998 માં આજના દિવસે આપણા દેશ દ્વારા પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ પ્રસંગની યાદમાં આપણા દેશમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિન ઊજવવામાં આવે છે. આઝાદી પછી, ભારતે જે ક્ષેત્રોમાં વિકાસ અને અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તેમાંનું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેક્નોલોજી. આ...
Read more
આંતરરાષ્ટ્રીય પરિવાર દિન
આંતરરાષ્ટ્રીય પરિવાર દિન

દર વર્ષે 15 મે ના રોજ 'આંતરરાષ્ટ્રીય પરિવાર દિન' ની ઉજવણી કરવામાં આવે છે. સૌ પ્રથમ 1994 માં આ દિવસ ઊજવાયો હતો. જો કે આ દિવસની ઉજવણીનો પાયો 1989 માં જ નાંખવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 9 ડિસેમ્બર, 1989 માં લોકોને પરિવારનું મહત્ત્વ સમજાવવાના હેતુસર 'આંતરરાષ્ટ્રીય પરિવાર દિન' ઊજવવાનું જાહેર કર્યું હતું. 1993 માં યુ.એન.ની જનરલ એસેમ્બલીએ એક ઠરાવમાં 15 મે ની તારીખ આ દિવસ માટે નક્કી કરી. ત્યાર પછીથી દર વર્ષે 15 મે ના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિન ઊજવવાની શરૂઆત કરવામાં આવી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વના લોકોને પરિવાર સાથે જોડાયેલા રાખવા અને કુટુંબ સંબંધિત મુદ્દાઓ પર સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે. આજે આપણે જોઈએ છીએ કે સમાજમાં સંયુક્ત કુટુંબની ભાવના વિસરાતી જાય છે અને લોકો હવે વિભક્ત કુટુંબમાં રહેવાનું વધારે પસંદ કરે છે. હકીકતમાં તો પરિવાર જ સૃષ્ટિનો પાયો છે. કોરોનાની મહામારીએ લોકોને પરિવારનું મહત્ત્વ સમજાવી દીધું છે. સમાજની પરિકલ્પના પરિવાર વગર અધૂરી છે. પરિવાર બનાવવા માટે ઘરના સભ્યોએ હળીમળીને રહેવું ખૂબ જ જરૂરી છે. પરિવાર સાથે રહીને માણસ પોતાનાં સુખ-દુઃખ વહેંચી શકે છે. દુઃખના સમયે પરિવારનો સાથ એક તાકાત બની જાય છે. મનુષ્ય પોતાને મૂંઝવતી બાબતોનો યોગ્ય ઉકેલ પરિવારના વડીલ સભ્યો પાસેથી મેળવી શકે છે અને તણાવમુક્ત રહી શકે છે. પરિવાર સાથે રહીને જ બાળકોમાં સન્માન, ગૌરવ, પ્રામાણિકતા, સહકાર, પ્રેમ, આદર, શિસ્ત, નીડરતા જેવા સદગુણોનો વિકાસ થાય છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય પણ જો તેમાં પરિવારનો સાથ મળી રહે તો મુશ્કેલ પરિસ્થિતિને પણ સરળતાથી હલ કરી શકાય છે. વ્યક્તિ જે પરિવારમાં જન્મ લે છે, તેનાથી જ તેની ઓળખ બને છે અને તે પરિવારમાંથી જ સારી અને નરસી બાબતો શીખે છે. એવું માનવમાં આવે છે કે પરિવારથી વિખૂટી પડેલી વ્યક્તિઓમાં સંસ્કારોનું સિંચન યોગ્ય રીતે થઈ શકતું નથી તેમજ તેમનો સામાજિક વિકાસ પણ યોગ્ય રીતે થઈ શકતો નથી, જ્યારે સંયુક્ત કુટુંબમાં રહેતી વ્યક્તિનો સામાજિક, શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે. વિશ્વમાં આજે સમયની સાથે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ટેક્નોલોજીના યુગમાં દુનિયા એકબીજાથી નજીક આવી રહી છે. પરંતુ વ્યક્તિ જાણે એકબીજાથી દૂર જઈ રહ્યા છે. આ સંજોગોમાં વ્યક્તિ અને પરિવારને એકબીજા સાથે જોડી રાખવા અને તેમની વચ્ચેના સંબંધ ગાઢ બની રહે, લાગણીનું બંધન અકબંધ રહે તે ખૂબ જરૂરી છે. વર્તમાન સમયગાળામાં પરિવારનું વિઘટન થવાની ઘટના જ્યારે વારંવાર બની રહી છે, ત્યારે પરિવારનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. લાકોને પરિવારનું મહત્ત્વ સમજાવવા માટે જ આ દિવસ ઊજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પરિવાર દિનના પ્રતીક (લોગો)માં લાલ રંગની એક છબી સાથે લીલા વર્તુળનો સમાવેશ થાય છે. જેમાં હૃદય અને ઘર દેખાય છે. આ પ્રતીક સૂચવે છે કે પરિવાર સમાજનું કેન્દ્ર છે અને તમામ વયના લોકોને સ્થિરતા અને મદદ આપે છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી 'વસુધૈવ કુટુમ્બકમ્'નો સંદેશ આપી સમગ્ર વિશ્વને પરિવાર ગણવામાં આવ્યો છે, તેથી આગળ વધીને 'અત્ર વિશ્વમ્ ભવતિ એક નીડમ્' અનુસાર વિશ્વને એક માળા (પક્ષીનો માળા) તરીકે ગણવામાં આવ્યો છે. આમ, ભારતીય સંસ્કૃતિમાં 'પરિવારભાવ' નિહિત જ છે.

15th May

Read more
આંતરરાષ્ટ્રીય પરિવાર દિન
15th May
દર વર્ષે 15 મે ના રોજ 'આંતરરાષ્ટ્રીય પરિવાર દિન' ની ઉજવણી કરવામાં આવે છે. સૌ પ્રથમ 1994 માં આ દિવસ ઊજવાયો હતો. જો કે આ દિવસની ઉજવણીનો પાયો 1989 માં જ નાંખવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 9 ડિસેમ્બર, 1989 માં લોકોને પરિવારનું મહત્ત્વ સમજાવવાના હેતુસર 'આંતરરાષ્ટ્રીય પરિવાર દિન' ઊજવવાનું જાહેર કર્યું હતું. 1993 માં યુ.એન.ની જનરલ એસેમ્બલીએ એક ઠરાવમાં 15 મે ની તારીખ આ દિવસ માટે નક્કી કરી. ત્યાર...
Read more
વિશ્વ દૂરસંચાર દિન
વિશ્વ દૂરસંચાર દિન

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17 મે ના રોજ વિશ્વ દૂરસંચાર (ટેલિકમ્યુનિકેશન) દિન ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2005 થી આ દિવસને 'વિશ્વ દૂરસંચાર દિન' તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટ અને નવી તકનિકી દ્વારા સામાજિક પરિવર્તનની વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે; તેમજ મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા દેશોને માહિતી અને સંચાર તકનિકી ઉપલબ્ધ કરાવી વિશ્વમાં સાર્વત્રિક કનેક્ટિવિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા લોકોને જોડી આધુનિક સમાજનું નિર્માણ કરવાનો છે. સામ પિત્રોડા ને ભારતમાં સંચાર ક્રાંતિના પિતા માનવામાં આવે છે. તેમણે સી-ડોટ નામની સંસ્થા શરૂ કરી ભારતમાં સંચાર ક્રાંતિનો પાયો નાખ્યો. ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા શરૂ કરાયેલા વર્લ્ડ ટેલના તેઓ પ્રથમ ચેરમેન હતા. આજે ઇન્ટરનેટના માધ્યમથી ટેલિવિઝન પ્રોગ્રામ, સેટેલાઇટ નેવિગેશન અને ઓનલાઇન નકશાઓનો ઉપયોગ આપણે સૌ રોજબરોજના જીવનમાં એક અભિન્ન અંગરૂપે કરીએ છીએ. અત્યારના સમયમાં ઇન્ટરનેટ દૂરસંચાર માટેનું અગત્યનું સાધન છે. ઇન્ટરનેટ મનુષ્ય જીવનની પાયાની જરૂરિયાત બની ગયું છે. આજે દુનિયા વિકાસ સાધવા માટે ટેલિકમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી પર આધારિત બની છે. આજે ઇન્ટરનેટ અને દૂરસંચારનાં વિવિધ માધ્યમો વગરના વિશ્વની કલ્પના પણ શક્ય નથી, ત્યારે તેમાં વિવિધ આયામો અને સુધારાવધારા માટે જાગૃતિ અને સંશોધન પણ એટલાં જ મહત્ત્વનાં પાસાં છે. શિક્ષણ, મનોરંજન, તકનિકી, સામાજિક અને સંસ્થાકીય સંચાલનમાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવતા ઇન્ટરનેટનો દુરુપયોગ પણ વિશ્વના લગભગ તમામ રાષ્ટ્રો માટે ચિંતાનો વિષય છે. સોશિયલ મીડિયાની ચર્ચા કરીએ તો એ વેપાર, વિચાર અને સંચાર માટેનું પ્રમુખ સંસાધન બન્યું છે, જેના પ્રાણવાયુ એવા ઇન્ટરનેટને વધુ ઝડપી અને સર્વવ્યાપી સ્વરૂપે સ્થાપિત કરવાની દિશામાં ખાનગી અને સરકારી સંસ્થાઓના પ્રયાસો પ્રશંસનીય છે. ઈન્ફર્મેશન ટેક્નોલોજીની દિશામાં ભારત સમગ્ર વિશ્વમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને પ્રમુખ યોગદાન આપી રહ્યું છે, એ આજે સમગ્ર વિશ્વમાં સ્વીકારાયું છે. આજે વિશ્વના બધા જ દેશોમાં ભારતીય મૂળના આઇટી એન્જિનિયર્સ ડંકો વગાડી રહ્યા છે તેમજ જે તે રાષ્ટ્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન પણ આપી રહ્યા છે. ખરા અર્થમાં તેઓ ભારતના અઘોષિત રાજદૂતો છે, જે આપણા ગૌરવમાં સતત વધારો કરી રહ્યા છે. આજે ગુજરાત સરકારના ડિઝીટલ ગુજરાત પોર્ટલ દ્વારા રાજ્ય સરકારની મોટા ભાગની કામગીરી ઓનલાઇન કરીને સરકારી સેવાઓને ગતિ આપવામાં આવી રહી છે. જેનો સીધો જ લાભ જાહેર જનતાને થાય છે, તેમને ઘરે બેઠા બેઠા સરકારી સુવિધાઓનો લાભ મળી રહે છે. સંચાર માધ્યમોનો સુયોગ્ય ઉપયોગ માનવજીવનને સુવિધાપૂર્ણ બનાવે એ આવકાર્ય છે, પરંતુ આ સંચાર માધ્યમો માનવ પર હાવી થઈ જાય અને તેને નિયંત્રિત કરે તે ઇચ્છનીય નથી. આ માટે આપણે સૌએ સાથે મળી પ્રયત્ન કરવો જ રહ્યો.

17th May

Read more
વિશ્વ દૂરસંચાર દિન
17th May
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17 મે ના રોજ વિશ્વ દૂરસંચાર (ટેલિકમ્યુનિકેશન) દિન ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2005 થી આ દિવસને 'વિશ્વ દૂરસંચાર દિન' તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટ અને નવી તકનિકી દ્વારા સામાજિક પરિવર્તનની વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે; તેમજ મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા દેશોને માહિતી અને સંચાર તકનિકી ઉપલબ્ધ કરાવી વિશ્વમાં સાર્વત્રિક કનેક્ટિવિટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા લોકોને જોડી આધુનિક સમાજનું નિર્માણ કરવાનો છે.
સામ પિત્રોડા ને ભારતમાં સંચાર ક્રાંતિના પિતા માનવામાં...
Read more
આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન
આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન

વૈવિધ્યસભર જીવસૃષ્ટિ પૃથ્વીને સ્વર્ગથી પણ સોહામણી બનાવે છે. તેથી તેનું રક્ષણ અને જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. જૈવ વિવિધતા માનવ સમાજના કલ્યાણ માટેનો પાયો છે. કુદરતમાં સંતુલન જાળવવા માટે જૈવ સૃષ્ટિની વિવિધતા જળવાઈ રહે તેમજ તેનું સંવર્ધન થાય તે ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મે માસની 22મી તારીખને 'આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન' તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ 1993માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પહેલાં આ દિવસ 29 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવતો હતો. 2001 થી તે દર વર્ષે 22 મેના રોજ ઊજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય જૈવ વિવિધતા અંગે લોકોને જાગૃત કરવાનો તેમજ પર્યાવરણીય સ્તરે જૈવ વિવિધતાને જાળવી રાખવાનો છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ પંદર લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 80,000થી વધુ પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દૃષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં બારમા સ્થાને છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળાં રીંછ, એક શિંગી ગેંડો, હરણ, ઘુડખર, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમ દીપડો અને ત્યાં જ શીતવનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક માત્ર એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ બન્ને તેમના કુદરતી આવાસમાં વિચરે છે. ભારતની વનસ્પતિમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. પીપળો, વડ, લીમડો, કરંજ, ખાટી આંબલી, આસોપાલવ, ગરમાળો, શીમળો. સેવન, મહુડો, સીસમ, અશોક, અર્જુન, આંબળા, પારિજાત, વસંત, પારસ પીપળો, કદમ, બિલીપત્ર, સોપારી, ફણસ, રૂખડો જેવાં વૃક્ષો જોવા મળે છે. સેતુર, બદામ, મીઠી આંબલી, ફાલસા, રાયણ, લીચી, અંજીર, ગુંદી, જામફળ, જાંબુ, ચીકુ, દાડમ, પીલુ, આંબો વગેરે ફળો આપતાં વૃક્ષો પણ જોવા મળે છે. અહીં આપણે ભારતમાં જોવા મળતી વનસ્પતિઓની કેટલીક વિવિધતા વિશે વાત કરી, તો વિચારો સમગ્ર વિશ્વની વનસ્પતિમાં કેટલી બધી વિવિધતા હશે! સમગ્ર વિશ્વની વનસ્પતિમાં, પશુ-પંખીઓમાં, જીવજંતુઓમાં અને દરેકે દરેક સજીવ પ્રજાતિઓમાં અનેક વિવિધતા જોવા મળે છે. આધુનિક સમયમાં જૈવ વિવિધતાના વિષય પર ધ્યાન આપવાની જરૂર છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં વિશેષ પરિવર્તન આવ્યું છે. આ માટે પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂકાયો છે. વર્તમાન સમયમાં વનસ્પતિ અને પ્રાણીઓની ઘણી જાતો લુપ્ત થઈ ગયેલી જોવા મળી છે. પર્યાવરણીય સંતુલન માટે પ્રાણીઓનું સંરક્ષણ પણ જરૂરી છે. કુદરતી સંસાધનોનું વિચારવિહીન શોષણ, જેમ કે ગોચર જમીન પર કબજો કરવો, બળતણ માટે જંગલો કાપવાં, પાણીનો બગાડ કે તેનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ કરવો અને જંતુનાશકના ઉપયોગથી જૈવ વિવિધતાને ખૂબ મોટું નુકસાન થાય છે. પર્યાવણીય સંતુલન જાળવવા માટે જૈવ સૃષ્ટિનું સંવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે. આપણા મુર્ધન્ય કવિ ઉમાશંકર જોષી એ કહ્યું છે. "વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોને છે વનસ્પતિ।"

22nd May

Read more
આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન
22nd May
વૈવિધ્યસભર જીવસૃષ્ટિ પૃથ્વીને સ્વર્ગથી પણ સોહામણી બનાવે છે. તેથી તેનું રક્ષણ અને જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. જૈવ વિવિધતા માનવ સમાજના કલ્યાણ માટેનો પાયો છે. કુદરતમાં સંતુલન જાળવવા માટે જૈવ સૃષ્ટિની વિવિધતા જળવાઈ રહે તેમજ તેનું સંવર્ધન થાય તે ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મે માસની 22મી તારીખને 'આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન' તરીકે ઊજવવામાં આવે છે.
સૌ પ્રથમ 1993માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પહેલાં આ દિવસ 29 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવતો હતો....
Read more
વિનોદ ભટ્ટ પુણ્યતિથિ
વિનોદ ભટ્ટ પુણ્યતિથિ

'તારીખ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ મારા જન્મ સિવાયની બીજી કોઈ દુર્ઘટના દુનિયામાં બની ન હતી.' આટલી હળવાશથી પોતાના જીવનને લેનાર આપણી ભાષાના દિગ્ગજ હાસ્યકાર વિનોદ ભટ્ટનો જન્મ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ ગાંધીનગર જિલ્લાનાં નાંદોલ ગામમાં થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓએ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું નામ મરી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી હતી, જે પાછળથી દિવ્ય ભાસ્કરમાં ઇદમ તૃતિયમ તરીકે પ્રસિદ્ધ થઇ હતી. બાળપણમાં તોફાની બાળક તરીકેની છાપ ધરાવતા વિનોદ ભટ્ટ કોલેજની ચૂંટણીમાં ગધેડાના ગળામાં 'હું વિનોદ ભટ્ટને મત નથી આપવાનો 'જેવા રમૂજી તુક્કાઓ પણ કરેલા. ગુજરાતી ભાષાના ગણમાન્ય દૈનિકો અને સામયિકોમાં વિનોદ ભટ્ટ નિયમિતપણે લખ્યું હતું. પરિણામે તેમના ૫૦ થી વધુ પુસ્તકો થયા છે. પહેલું સુખ તે મૂંગી નારથી પોતાની હાસ્ય સર્જન યાત્રા શરૂ કરનાર વિનોદ ભટ્ટે વિનોદના પ્રેમપત્રો, ઇદમ તૃતીયમ, ગ્રંથની ગરબડ, વિનોદ વિમર્શ, ભૂલચૂક લેવીદેવી જેવા પુસ્તકો દ્વારા ગુજરાતી હાસ્ય સાહિત્યને રળિયાત કર્યું છે. વિનોદ ભટ્ટે "એવા રે અમે એવા" શીર્ષકથી આત્મકથા પણ લખી છે. તેમનું ૧૯૭૬માં કુમારચંદ્રક, ૧૯૮૯માં રણજીતરામ સુવર્ણચંદ્રક, ૨૦૧૬માં રમણભાઈ નીલકંઠ પુરસ્કાર અને જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક વગેરેથી સન્માન થયું હતું. ગુજરાતી હાસ્ય સાહિત્યની વાત જેમના વિના થઇ ન શકે તેવા અને વિશાળ વાચક - ચાહક વર્ગ ધરાવતા આ સાહિત્યકારનું લાંબી બીમારી પછી અમદાવાદ ખાતે ૨૩ મે,૨૦૧૮ ના રોજ અવસાન થયું ત્યારે સ્મશાનયાત્રા નહિ, હાસ્યયાત્રા નીકળી હતી.

23rd May

Read more
વિનોદ ભટ્ટ પુણ્યતિથિ
23rd May

'તારીખ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ મારા જન્મ સિવાયની બીજી કોઈ દુર્ઘટના દુનિયામાં બની ન હતી.' આટલી હળવાશથી પોતાના જીવનને લેનાર આપણી ભાષાના દિગ્ગજ હાસ્યકાર વિનોદ ભટ્ટનો જન્મ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ ગાંધીનગર જિલ્લાનાં નાંદોલ ગામમાં થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓએ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા.

૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું...

Read more
વીર સાવરકર જયંતી
વીર સાવરકર જયંતી

"મહાન લક્ષ્ય માટે આપેલું બલિદાન કોઈ દિવસ વ્યર્થ જતું નથી."- વીર સાવરકર. વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે, 1883 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદર અને માતાનું નામ યશોદા હતું. આઠ વર્ષની ઉંમરે માતાનું અવસાન થયું હતું. બચપણથી જ એમના મિત્રોએ એમને નેતા તરીકે સ્વીકારી લીધા હતા. જ્યારે ભારતમાં બંગભંગની લડત ચાલતી હતી ત્યારે સાવરકર વિદેશી કાપડની હોળી પ્રગટાવવામાં અગ્રેસર રહેતા. ભારતમાં ગ્રેજ્યુએટ થયા બાદ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા અપાતી શિષ્યવૃત્તિ મેળવીને બૅરિસ્ટરનો અભ્યાસ કરવા વિલાયત ગયા. ત્યાં પરીક્ષામાં પાસ તો થઈ ગયા, પણ ઇંગ્લેન્ડ સરકારને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા તેમણે ન સ્વીકારતાં સાવરકર સરકારની નજરે ચડી ગયા. આ કારણસર તેમને બૅરિસ્ટરની પદવી એનાયત કરવામાં ન આવી. વીર સાવરકરે બોમ્બ બનાવવાની રીત શીખી લીધી હતી. તેમણે ભારતમાં ગુપ્ત રીતે હથિયારો, દારૂગોળો મોકલવાની શરૂઆત કરી હતી. લંડનમાં કર્ઝન વાઇલીને મદનલાલ ધીંગરાએ ગોળીએ દીધા, ત્યારે સાવરકરે ધીંગરાના આ કાર્યને બિરદાવ્યું હતું. ઇંગ્લેન્ડમાં 'ઇન્ડિયા હાઉસ'માં રહીને ક્રાન્તિની જ્વાળા પ્રજ્વલિત રાખનાર સાવરકર ક્રાન્તિકારીઓના મુખ્ય સૂત્રધાર છે, એવી ખાતરી થતાં ઇંગ્લેન્ડ સરકારે તેમની ધરપકડ કરી ને એક સ્ટીમરમાં રવાના કર્યા. સ્ટીમર ફ્રાન્સના માર્સેલ્સ બંદર નજીક હતી, ત્યારે તેઓ સમુદ્રમાં કૂદી પડયા. વિકરાળ લાગે તેવો દરિયો તેમણે હિંમતપૂર્વક ઓળંગ્યો. તેઓ તરતાં તરતાં ફ્રાંસ પહોંચ્યા. ત્યાં તેમની ધરપકડ થઈ. અગાઉ તેમને જનમટીપની સજા થઈ હતી અને હવે ફરી બીજા કેસમાં પણ જનમટીપની સજા થઇ. આમ, બે વાર જનમટીપની સજા સાવરકરે જેલમાં ગાળવાની હતી અને એ પણ આંદામાનની સેલ્યુલર જેલમાં. તેમણે કારાવાસ દરમ્યાન રચેલાં દેશભક્તિ ગીતો જેલની દીવાલ પર કોલસાની મદદથી લખ્યાં. તેમણે કેટલાક ઐતિહાસિક ગ્રંથો લખ્યા હતા. '૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ', 'મારી જનમટીપ' અને 'શીખોનો ઇતિહાસ' એ તેમના જાણીતા ગ્રંથો છે. તેમનું '૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ' પુસ્તક અંગ્રેજોએ જપ્ત કરી લીધું હોવાથી તે સમયે પ્રકાશિત થયું ન હતું. તેમણે મિત્રો સાથે રહીને 'મિત્રમેલા' નામનું એક દેશભક્તિ જૂથ રચ્યું. જે આગળ જતાં 'અભિનવ ભારત' નામે પ્રસિદ્ધ થયું. મહાત્મા ગાંધીજીની હત્યા બાદ, તહોમતદારોમાં તેમનો સમાવેશ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અદાલતમાં તેઓ નિર્દોષ પૂરવાર થતાં તેમને માનભેર મુક્ત કરવામાં આવ્યા. એમણે એમના મરણ બાદ શોક કે ઉત્તરક્રિયા કરવી નહીં તેવી સૂચના આપી હતી. 1966માં એમની તબિયત કથળી. તેમણે સારવાર લેવાની ના પાડી અને અનશન શરૂ કર્યા. 26 ફેબ્રઆરી, 1966ના રોજ આ મહાન ક્રાંતિકારી 83 વર્ષની ઉંમરે દુનિયા છોડી પંચમહાભૂતોમાં વિલીન થઇ ગયા. સલામ છે ક્રાંતિકારી વીર સાવરકરને.....

28th May

Read more
વીર સાવરકર જયંતી
28th May
"મહાન લક્ષ્ય માટે આપેલું બલિદાન કોઈ દિવસ વ્યર્થ જતું નથી."- વીર સાવરકર.
વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે, 1883 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદર અને માતાનું નામ યશોદા હતું. આઠ વર્ષની ઉંમરે માતાનું અવસાન થયું હતું. બચપણથી જ એમના મિત્રોએ એમને નેતા તરીકે સ્વીકારી લીધા હતા. જ્યારે ભારતમાં બંગભંગની લડત ચાલતી હતી ત્યારે સાવરકર વિદેશી કાપડની હોળી પ્રગટાવવામાં અગ્રેસર રહેતા. ભારતમાં ગ્રેજ્યુએટ થયા બાદ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા અપાતી શિષ્યવૃત્તિ મેળવીને બૅરિસ્ટરનો...
Read more
વિશ્વ તમાકુ નિષેધ દિન
વિશ્વ તમાકુ નિષેધ દિન

દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિન' (World No Tobacco Day) ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. દર વર્ષે લાખો લોકોનાં મૃત્યુ તમાકુના સેવનથી થાય છે. આ દિવસે લોકોને તમાકુથી થતા નુકસાન વિશે જણાવી તેમને તમાકુ છોડવા માટે પ્રેરિત કરવામાં આવે છે. 1987માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની 'વર્લ્ડ હેલ્થ એસેમ્બલી'એ ઠરાવ પસાર કરીને 7 એપ્રિલ, 1988ને 'વિશ્વ ધુમ્રપાન નિષેધ દિન' (World No Smoking Day) તરીકે જાહેર કર્યો હતો. આ દિવસનો હેતુ વિશ્વભરમાં તમાકુના વપરાશકારોને 24 કલાક માટે તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ ન કરવા વિનંતી કરવાનો હતો. 1988માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ ઠરાવ પસાર કરીને દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિન'ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. ત્યારથી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દર વર્ષે 31 મેના દિવસે 'વિશ્વ તમાકુ નિષેધ દિન' ઊજવે છે. તમાકુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, તેમ છતાં લોકો બહોળા પ્રમાણમાં તમાકુનું સેવન કરતા જોવા મળે છે. સિગારેટ, બીડી, ગુટખા અને હુક્કા જેવાં ઘણાં બધાં સ્વરૂપોમાં તમાકુનું સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનું એક અત્યંત નશાકારક તત્ત્વ હોય છે. નિકોટીન લાંબા સમયે તમાકુનું વ્યસન કરનાર વ્યક્તિના હૃદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓને અસર કરે છે. તેના કારણે સ્વાસ્થ્યને ગંભીર અસર થાય છે. વ્યસની વ્યક્તિ માનસિક તાણ અનુભવતો હોવાથી ઘણીવાર કેટલાંક કુટુંબોમાં ઝઘડા પણ થતા હોય છે. ભણેલા લોકો પણ તમાકુના ઉત્પાદન પર લખવામાં આવેલી ચેતવણીને નજરઅંદાજ કરી બેધડક તેનું સેવન કરે છે અને બીમાર થાય છે. તમાકુ અને તેમાંથી બનેલા પદાર્થોના સેવનથી ફેફસાનું કેન્સર, લીવર કેન્સર, મોઢાનું કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આ બીમારીઓ વિશે વિચારતાં, જે લોકો તમાકુ કે તેમાંથી બનનારા પાનમસાલા અને સિગારેટનું સેવન કરી રહ્યાં છે, તેમણે તમાકુનું સેવન છોડી દેવું જોઈએ. આ બાબત માત્ર તેમના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તેમના કુટુંબીજનો માટે પણ વરદાનરૂપ સાબિત થશે. ભારત સરકાર દ્વારા પણ તમાકુની બનાવટો પર તમાકુના સેવનથી થતા રોગોનું મોટું ચિત્ર મૂકવાનો અને મોટા અક્ષરે ચેતવણી લખવાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. ભારતમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિનેમાઘરો, સરકારી કચેરીઓ વગેરે જેવાં જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ છે. જો કોઈ આ નિયમનો ભંગ કરે તો દંડ પણ વસૂલવામાં આવે છે. આ દિવસે કેટલાંક બિન સરકારી સંગઠનો (NGOs) પણ વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમોનું આયોજન કરે છે. તમાકુ છોડવી ખૂબ જ મુશ્કેલ બાબત છે. તે એક જ દિવસમાં છોડી શકાતી નથી પરંતું દ્રઢ નિર્ધારને અંતે એક દિવસ ચોક્કસ તેનાથી મુક્ત થઈ શકાય છે. તમાકુ છોડવા માટે મનોચિકિત્સકની મદદ પણ લઈ શકાય છે. મગજને વધુને વધુ અન્ય દિશા તરફ વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરવાથી વ્યસનમાંથી મુક્તિ મેળવી શકાય છે.

31st May

Read more
વિશ્વ તમાકુ નિષેધ દિન
31st May
દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિન' (World No Tobacco Day) ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. દર વર્ષે લાખો લોકોનાં મૃત્યુ તમાકુના સેવનથી થાય છે. આ દિવસે લોકોને તમાકુથી થતા નુકસાન વિશે જણાવી તેમને તમાકુ છોડવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
1987માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની 'વર્લ્ડ હેલ્થ એસેમ્બલી'એ ઠરાવ પસાર કરીને 7 એપ્રિલ, 1988ને...
Read more