-
વિશ્વ તમાકુ નિષેધ દિન
વિશ્વ તમાકુ નિષેધ દિન
31st May
દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિન' (World No Tobacco Day) ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. દર વર્ષે લાખો લોકોનાં મૃત્યુ તમાકુના સેવનથી થાય છે. આ દિવસે લોકોને તમાકુથી થતા નુકસાન વિશે જણાવી તેમને તમાકુ છોડવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
1987માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની 'વર્લ્ડ હેલ્થ એસેમ્બલી'એ ઠરાવ પસાર કરીને 7 એપ્રિલ, 1988ને 'વિશ્વ ધુમ્રપાન નિષેધ દિન' (World No Smoking Day) તરીકે જાહેર કર્યો હતો. આ દિવસનો હેતુ વિશ્વભરમાં તમાકુના વપરાશકારોને 24 કલાક માટે તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ ન કરવા વિનંતી કરવાનો હતો. 1988માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ ઠરાવ પસાર કરીને દર વર્ષે 31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિન'ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. ત્યારથી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દર વર્ષે 31 મેના દિવસે 'વિશ્વ તમાકુ નિષેધ દિન' ઊજવે છે.
તમાકુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, તેમ છતાં લોકો બહોળા પ્રમાણમાં તમાકુનું સેવન કરતા જોવા મળે છે. સિગારેટ, બીડી, ગુટખા અને હુક્કા જેવાં ઘણાં બધાં સ્વરૂપોમાં તમાકુનું સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનું એક અત્યંત નશાકારક તત્ત્વ હોય છે. નિકોટીન લાંબા સમયે તમાકુનું વ્યસન કરનાર વ્યક્તિના હૃદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓને અસર કરે છે. તેના કારણે સ્વાસ્થ્યને ગંભીર અસર થાય છે. વ્યસની વ્યક્તિ માનસિક તાણ અનુભવતો હોવાથી ઘણીવાર કેટલાંક કુટુંબોમાં ઝઘડા પણ થતા હોય છે.
ભણેલા લોકો પણ તમાકુના ઉત્પાદન પર લખવામાં આવેલી ચેતવણીને નજરઅંદાજ કરી બેધડક તેનું સેવન કરે છે અને બીમાર થાય છે. તમાકુ અને તેમાંથી બનેલા પદાર્થોના સેવનથી ફેફસાનું કેન્સર, લીવર કેન્સર, મોઢાનું કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આ બીમારીઓ વિશે વિચારતાં, જે લોકો તમાકુ કે તેમાંથી બનનારા પાનમસાલા અને સિગારેટનું સેવન કરી રહ્યાં છે, તેમણે તમાકુનું સેવન છોડી દેવું જોઈએ. આ બાબત માત્ર તેમના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તેમના કુટુંબીજનો માટે પણ વરદાનરૂપ સાબિત થશે.
ભારત સરકાર દ્વારા પણ તમાકુની બનાવટો પર તમાકુના સેવનથી થતા રોગોનું મોટું ચિત્ર મૂકવાનો અને મોટા અક્ષરે ચેતવણી લખવાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. ભારતમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિનેમાઘરો, સરકારી કચેરીઓ વગેરે જેવાં જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ છે. જો કોઈ આ નિયમનો ભંગ કરે તો દંડ પણ વસૂલવામાં આવે છે. આ દિવસે કેટલાંક બિન સરકારી સંગઠનો (NGOs) પણ વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમોનું આયોજન કરે છે. તમાકુ છોડવી ખૂબ જ મુશ્કેલ બાબત છે. તે એક જ દિવસમાં છોડી શકાતી નથી પરંતું દ્રઢ નિર્ધારને અંતે એક દિવસ ચોક્કસ તેનાથી મુક્ત થઈ શકાય છે. તમાકુ છોડવા માટે મનોચિકિત્સકની મદદ પણ લઈ શકાય છે. મગજને વધુને વધુ અન્ય દિશા તરફ વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરવાથી વ્યસનમાંથી મુક્તિ મેળવી શકાય છે.