-
વીર સાવરકર જયંતી
વીર સાવરકર જયંતી
28th May
"મહાન લક્ષ્ય માટે આપેલું બલિદાન કોઈ દિવસ વ્યર્થ જતું નથી."- વીર સાવરકર.
વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે, 1883 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદર અને માતાનું નામ યશોદા હતું. આઠ વર્ષની ઉંમરે માતાનું અવસાન થયું હતું. બચપણથી જ એમના મિત્રોએ એમને નેતા તરીકે સ્વીકારી લીધા હતા. જ્યારે ભારતમાં બંગભંગની લડત ચાલતી હતી ત્યારે સાવરકર વિદેશી કાપડની હોળી પ્રગટાવવામાં અગ્રેસર રહેતા. ભારતમાં ગ્રેજ્યુએટ થયા બાદ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા અપાતી શિષ્યવૃત્તિ મેળવીને બૅરિસ્ટરનો અભ્યાસ કરવા વિલાયત ગયા. ત્યાં પરીક્ષામાં પાસ તો થઈ ગયા, પણ ઇંગ્લેન્ડ સરકારને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા તેમણે ન સ્વીકારતાં સાવરકર સરકારની નજરે ચડી ગયા. આ કારણસર તેમને બૅરિસ્ટરની પદવી એનાયત કરવામાં ન આવી.
વીર સાવરકરે બોમ્બ બનાવવાની રીત શીખી લીધી હતી. તેમણે ભારતમાં ગુપ્ત રીતે હથિયારો, દારૂગોળો મોકલવાની શરૂઆત કરી હતી. લંડનમાં કર્ઝન વાઇલીને મદનલાલ ધીંગરાએ ગોળીએ દીધા, ત્યારે સાવરકરે ધીંગરાના આ કાર્યને બિરદાવ્યું હતું. ઇંગ્લેન્ડમાં 'ઇન્ડિયા હાઉસ'માં રહીને ક્રાન્તિની જ્વાળા પ્રજ્વલિત રાખનાર સાવરકર ક્રાન્તિકારીઓના મુખ્ય સૂત્રધાર છે, એવી ખાતરી થતાં ઇંગ્લેન્ડ સરકારે તેમની ધરપકડ કરી ને એક સ્ટીમરમાં રવાના કર્યા. સ્ટીમર ફ્રાન્સના માર્સેલ્સ બંદર નજીક હતી, ત્યારે તેઓ સમુદ્રમાં કૂદી પડયા. વિકરાળ લાગે તેવો દરિયો તેમણે હિંમતપૂર્વક ઓળંગ્યો. તેઓ તરતાં તરતાં ફ્રાંસ પહોંચ્યા. ત્યાં તેમની ધરપકડ થઈ. અગાઉ તેમને જનમટીપની સજા થઈ હતી અને હવે ફરી બીજા કેસમાં પણ જનમટીપની સજા થઇ. આમ, બે વાર જનમટીપની સજા સાવરકરે જેલમાં ગાળવાની હતી અને એ પણ આંદામાનની સેલ્યુલર જેલમાં. તેમણે કારાવાસ દરમ્યાન રચેલાં દેશભક્તિ ગીતો જેલની દીવાલ પર કોલસાની મદદથી લખ્યાં.
તેમણે કેટલાક ઐતિહાસિક ગ્રંથો લખ્યા હતા. '૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ', 'મારી જનમટીપ' અને 'શીખોનો ઇતિહાસ' એ તેમના જાણીતા ગ્રંથો છે. તેમનું '૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ' પુસ્તક અંગ્રેજોએ જપ્ત કરી લીધું હોવાથી તે સમયે પ્રકાશિત થયું ન હતું. તેમણે મિત્રો સાથે રહીને 'મિત્રમેલા' નામનું એક દેશભક્તિ જૂથ રચ્યું. જે આગળ જતાં 'અભિનવ ભારત' નામે પ્રસિદ્ધ થયું. મહાત્મા ગાંધીજીની હત્યા બાદ, તહોમતદારોમાં તેમનો સમાવેશ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અદાલતમાં તેઓ નિર્દોષ પૂરવાર થતાં તેમને માનભેર મુક્ત કરવામાં આવ્યા. એમણે એમના મરણ બાદ શોક કે ઉત્તરક્રિયા કરવી નહીં તેવી સૂચના આપી હતી.
1966માં એમની તબિયત કથળી. તેમણે સારવાર લેવાની ના પાડી અને અનશન શરૂ કર્યા. 26 ફેબ્રઆરી, 1966ના રોજ આ મહાન ક્રાંતિકારી 83 વર્ષની ઉંમરે દુનિયા છોડી પંચમહાભૂતોમાં વિલીન થઇ ગયા. સલામ છે ક્રાંતિકારી વીર સાવરકરને.....