-
શાંતા ગાંધી પુણ્યતિથિ
શાંતા ગાંધી પુણ્યતિથિ
ગુજરાતી રંગભૂમિના ઉચ્ચ દરજ્જાના કલાકાર શાંતા ગાંધીનો જન્મ ૨૦ ડિસેમ્બર, ૧૯૧૭ ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં થયો હતો. તેઓ મુંબઈ અને પુનામાં ભણ્યા હતા. અહી તેઓ ઇન્દિરા ગાંધીના સહાધ્યાયી અને મિત્ર પણ બન્યા હતા. વિધાર્થીવસ્થામાં સામ્યવાદી વિચારધારાનો રંગ પણ લાગેલો. એન્જીનીયર પિતાની ઇચ્છા મુજબ મેડીસીનનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા, પણ ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરુ થતા તેમનો મેડીકલનો અભ્યાસ અધુરો રહ્યો હતો. શાંતા ગાંધીનો જીવ નાટકનો હતો. યુવાવસ્થામાં સંસ્કૃત નાટકો પ્રત્યેના લગાવને લઇ ભરતમુનિના નાટ્યશાસ્ત્રથી લઇ કાલિદાસ, ભાસ, ભવભૂતિ જેવા અનેક પ્રાચીન નાટ્યકારોને આત્મસાત કર્યા, તેમના વિષે ભણ્યા અને ભણાવ્યું.
નાટકોમાં તેમને લોકનાટ્યનું ભવાઇ સ્વરૂપ વિશેષ પસંદ હતું. તેમના રઝીયા સુલતાન અને જસમા ઓડણ નાટકો વિશેષ પસિદ્ધિ પામ્યા હતા. તેમાંય જસમા ઓડણ નાટક તો સમકાલીન નાટકોમાં સીમાચિન્હરૂપ લેખાયું હતું. નાટકો સિવાય તેમણે એક ટૂંકો વાર્તા સંગ્રહ 'ઉગતા છોડ' અને ગુજરાતીમાં 'અવિનાશ' નામની નવલકથા લખી હતી. તેમના 'ગુજરાતણના પગલે પગલે' માં પ્રાચીન અને આધુનિક મહિલાઓના સ્કેચ શામેલ છે. શાંતા ગાંધી ઇન્ડિયન પીપલ્સ થીયેટર એસોસિએશન [IPTA]ના સ્થાપક સભ્ય પણ હતા. તેમણે ૧૯૮૧માં "અવેહી" નામની સંસ્થા પણ ઉભી કરી હતી.
શાંતા ગાંધી સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને ૧૯૮૪માં પદ્મશ્રીથી વિભૂષિત થયા હતા. બાલ ભવન અને રાષ્ટ્રીય ચિલ્ડ્રન મ્યુઝીયમના નિયામક તરીકે પણ તેઓએ સેવા આપી હતી. ૬ મે,૨૦૦૨ ના રોજ મુંબઈમાં ૮૪ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.