-
આંતરરાષ્ટ્રીય પરિવાર દિન
આંતરરાષ્ટ્રીય પરિવાર દિન
15th May
દર વર્ષે 15 મે ના રોજ 'આંતરરાષ્ટ્રીય પરિવાર દિન' ની ઉજવણી કરવામાં આવે છે. સૌ પ્રથમ 1994 માં આ દિવસ ઊજવાયો હતો. જો કે આ દિવસની ઉજવણીનો પાયો 1989 માં જ નાંખવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 9 ડિસેમ્બર, 1989 માં લોકોને પરિવારનું મહત્ત્વ સમજાવવાના હેતુસર 'આંતરરાષ્ટ્રીય પરિવાર દિન' ઊજવવાનું જાહેર કર્યું હતું. 1993 માં યુ.એન.ની જનરલ એસેમ્બલીએ એક ઠરાવમાં 15 મે ની તારીખ આ દિવસ માટે નક્કી કરી. ત્યાર પછીથી દર વર્ષે 15 મે ના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિન ઊજવવાની શરૂઆત કરવામાં આવી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વના લોકોને પરિવાર સાથે જોડાયેલા રાખવા અને કુટુંબ સંબંધિત મુદ્દાઓ પર સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે. આજે આપણે જોઈએ છીએ કે સમાજમાં સંયુક્ત કુટુંબની ભાવના વિસરાતી જાય છે અને લોકો હવે વિભક્ત કુટુંબમાં રહેવાનું વધારે પસંદ કરે છે. હકીકતમાં તો પરિવાર જ સૃષ્ટિનો પાયો છે.
કોરોનાની મહામારીએ લોકોને પરિવારનું મહત્ત્વ સમજાવી દીધું છે. સમાજની પરિકલ્પના પરિવાર વગર અધૂરી છે. પરિવાર બનાવવા માટે ઘરના સભ્યોએ હળીમળીને રહેવું ખૂબ જ જરૂરી છે. પરિવાર સાથે રહીને માણસ પોતાનાં સુખ-દુઃખ વહેંચી શકે છે. દુઃખના સમયે પરિવારનો સાથ એક તાકાત બની જાય છે. મનુષ્ય પોતાને મૂંઝવતી બાબતોનો યોગ્ય ઉકેલ પરિવારના વડીલ સભ્યો પાસેથી મેળવી શકે છે અને તણાવમુક્ત રહી શકે છે. પરિવાર સાથે રહીને જ બાળકોમાં સન્માન, ગૌરવ, પ્રામાણિકતા, સહકાર, પ્રેમ, આદર, શિસ્ત, નીડરતા જેવા સદગુણોનો વિકાસ થાય છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય પણ જો તેમાં પરિવારનો સાથ મળી રહે તો મુશ્કેલ પરિસ્થિતિને પણ સરળતાથી હલ કરી શકાય છે.
વ્યક્તિ જે પરિવારમાં જન્મ લે છે, તેનાથી જ તેની ઓળખ બને છે અને તે પરિવારમાંથી જ સારી અને નરસી બાબતો શીખે છે. એવું માનવમાં આવે છે કે પરિવારથી વિખૂટી પડેલી વ્યક્તિઓમાં સંસ્કારોનું સિંચન યોગ્ય રીતે થઈ શકતું નથી તેમજ તેમનો સામાજિક વિકાસ પણ યોગ્ય રીતે થઈ શકતો નથી, જ્યારે સંયુક્ત કુટુંબમાં રહેતી વ્યક્તિનો સામાજિક, શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે.
વિશ્વમાં આજે સમયની સાથે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ટેક્નોલોજીના યુગમાં દુનિયા એકબીજાથી નજીક આવી રહી છે. પરંતુ વ્યક્તિ જાણે એકબીજાથી દૂર જઈ રહ્યા છે. આ સંજોગોમાં વ્યક્તિ અને પરિવારને એકબીજા સાથે જોડી રાખવા અને તેમની વચ્ચેના સંબંધ ગાઢ બની રહે, લાગણીનું બંધન અકબંધ રહે તે ખૂબ જરૂરી છે. વર્તમાન સમયગાળામાં પરિવારનું વિઘટન થવાની ઘટના જ્યારે વારંવાર બની રહી છે, ત્યારે પરિવારનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. લાકોને પરિવારનું મહત્ત્વ સમજાવવા માટે જ આ દિવસ ઊજવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય પરિવાર દિનના પ્રતીક (લોગો)માં લાલ રંગની એક છબી સાથે લીલા વર્તુળનો સમાવેશ થાય છે. જેમાં હૃદય અને ઘર દેખાય છે. આ પ્રતીક સૂચવે છે કે પરિવાર સમાજનું કેન્દ્ર છે અને તમામ વયના લોકોને સ્થિરતા અને મદદ આપે છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી 'વસુધૈવ કુટુમ્બકમ્'નો સંદેશ આપી સમગ્ર વિશ્વને પરિવાર ગણવામાં આવ્યો છે, તેથી આગળ વધીને 'અત્ર વિશ્વમ્ ભવતિ એક નીડમ્' અનુસાર વિશ્વને એક માળા (પક્ષીનો માળા) તરીકે ગણવામાં આવ્યો છે. આમ, ભારતીય સંસ્કૃતિમાં 'પરિવારભાવ' નિહિત જ છે.