-
આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન
આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન
22nd May
વૈવિધ્યસભર જીવસૃષ્ટિ પૃથ્વીને સ્વર્ગથી પણ સોહામણી બનાવે છે. તેથી તેનું રક્ષણ અને જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. જૈવ વિવિધતા માનવ સમાજના કલ્યાણ માટેનો પાયો છે. કુદરતમાં સંતુલન જાળવવા માટે જૈવ સૃષ્ટિની વિવિધતા જળવાઈ રહે તેમજ તેનું સંવર્ધન થાય તે ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મે માસની 22મી તારીખને 'આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિન' તરીકે ઊજવવામાં આવે છે.
સૌ પ્રથમ 1993માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પહેલાં આ દિવસ 29 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવતો હતો. 2001 થી તે દર વર્ષે 22 મેના રોજ ઊજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય જૈવ વિવિધતા અંગે લોકોને જાગૃત કરવાનો તેમજ પર્યાવરણીય સ્તરે જૈવ વિવિધતાને જાળવી રાખવાનો છે.
વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ પંદર લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 80,000થી વધુ પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દૃષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં બારમા સ્થાને છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળાં રીંછ, એક શિંગી ગેંડો, હરણ, ઘુડખર, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમ દીપડો અને ત્યાં જ શીતવનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક માત્ર એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ બન્ને તેમના કુદરતી આવાસમાં વિચરે છે.
ભારતની વનસ્પતિમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. પીપળો, વડ, લીમડો, કરંજ, ખાટી આંબલી, આસોપાલવ, ગરમાળો, શીમળો. સેવન, મહુડો, સીસમ, અશોક, અર્જુન, આંબળા, પારિજાત, વસંત, પારસ પીપળો, કદમ, બિલીપત્ર, સોપારી, ફણસ, રૂખડો જેવાં વૃક્ષો જોવા મળે છે. સેતુર, બદામ, મીઠી આંબલી, ફાલસા, રાયણ, લીચી, અંજીર, ગુંદી, જામફળ, જાંબુ, ચીકુ, દાડમ, પીલુ, આંબો વગેરે ફળો આપતાં વૃક્ષો પણ જોવા મળે છે. અહીં આપણે ભારતમાં જોવા મળતી વનસ્પતિઓની કેટલીક વિવિધતા વિશે વાત કરી, તો વિચારો સમગ્ર વિશ્વની વનસ્પતિમાં કેટલી બધી વિવિધતા હશે! સમગ્ર વિશ્વની વનસ્પતિમાં, પશુ-પંખીઓમાં, જીવજંતુઓમાં અને દરેકે દરેક સજીવ પ્રજાતિઓમાં અનેક વિવિધતા જોવા મળે છે.
આધુનિક સમયમાં જૈવ વિવિધતાના વિષય પર ધ્યાન આપવાની જરૂર છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં વિશેષ પરિવર્તન આવ્યું છે. આ માટે પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂકાયો છે. વર્તમાન સમયમાં વનસ્પતિ અને પ્રાણીઓની ઘણી જાતો લુપ્ત થઈ ગયેલી જોવા મળી છે. પર્યાવરણીય સંતુલન માટે પ્રાણીઓનું સંરક્ષણ પણ જરૂરી છે. કુદરતી સંસાધનોનું વિચારવિહીન શોષણ, જેમ કે ગોચર જમીન પર કબજો કરવો, બળતણ માટે જંગલો કાપવાં, પાણીનો બગાડ કે તેનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ કરવો અને જંતુનાશકના ઉપયોગથી જૈવ વિવિધતાને ખૂબ મોટું નુકસાન થાય છે. પર્યાવણીય સંતુલન જાળવવા માટે જૈવ સૃષ્ટિનું સંવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે.
આપણા મુર્ધન્ય કવિ ઉમાશંકર જોષી એ કહ્યું છે.
"વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોને છે વનસ્પતિ।"