PM Modi in Varansi: પાકિસ્તાનના એરબેઝ ICUમાં, PM મોદી ઓપરેશન સિંદૂર પર બોલ્યા.
PM Modi in Varansi: પાકિસ્તાનના એરબેઝ ICUમાં, PM મોદી ઓપરેશન સિંદૂર પર બોલ્યા.
Published on: 02nd August, 2025

PM મોદીએ કાશીમાં ₹2200 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી, 9.70 કરોડ ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો જાહેર કર્યો. ઓપરેશન સિંદૂરની સફળતા મહાદેવને સમર્પિત કરી, જેમાં જવાનોના પરાક્રમથી પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ નાગરિકોની હત્યાનો બદલો લેવાયો. PMએ વિપક્ષ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો, કોંગ્રેસ સેનાનું અપમાન કરે છે અને સમાજવાદી પાર્ટી આતંકવાદીઓને કેમ માર્યા તેની પરેશાની વ્યક્ત કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે બ્રહ્મોસ મિસાઇલનું ઉત્પાદન યુપીમાં થશે.