વડોદરા: ગ્રાહકના સ્વાંગમાં ગઠિયો જ્વેલરી શોપમાંથી 4 તોલાની બુટ્ટીઓ ચોરી ગયો.
વડોદરા: ગ્રાહકના સ્વાંગમાં ગઠિયો જ્વેલરી શોપમાંથી 4 તોલાની બુટ્ટીઓ ચોરી ગયો.
Published on: 02nd August, 2025

વડોદરાની જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાએ દુકાનદાર મહિલાની નજર ચૂકવીને 4 તોલા વજનની બુટ્ટીઓ ભરેલું બોક્સ ચોરી લીધું. પોલીસે CCTV footageના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ખુશ્બુ જ્વેલર્સ નામની દુકાનના માલિકે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઠિયો ચાંદીની ચેન અને સોનાનું પેન્ડલ જોવાના બહાને આવ્યો હતો.