એચ.એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા બાલ ગંગાધર ટિળકની 106મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
એચ.એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા બાલ ગંગાધર ટિળકની 106મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
Published on: 02nd August, 2025

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા લોકમાન્ય બાલ ગંગાધર ટિળકની 106મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પ્રિન્સિપાલ સંજય વકીલે ટિળકને સમાજ સુધારક, શિક્ષક અને આઝાદીના પ્રથમ લોકપ્રિય આગેવાન ગણાવ્યા. ટિળકે "કેસરી" તથા "ધ મરાઠા" નામના વર્તમાનપત્રો શરૂ કર્યા. 1 ઓગસ્ટ 1920ના રોજ તેમનું અવસાન થયું. ગાંધીજીના મતે તેઓ "આધુનિક ભારતના નિર્માતા" હતા. આ કાર્યક્રમમાં રાજન મહેતાએ પોતાના વિચારો રજૂ કર્યા અને અંતે પ્રા. પાયલ ત્રિવેદીએ આભારવિધિ કરી હતી.