પવિત્ર શ્રાવણમાં Vadodaraમાં પાવભાજીની દુકાન પાસે સાપને પથ્થર મારી મોતને ઘાટ ઉતારતા અરેરાટી.
પવિત્ર શ્રાવણમાં Vadodaraમાં પાવભાજીની દુકાન પાસે સાપને પથ્થર મારી મોતને ઘાટ ઉતારતા અરેરાટી.
Published on: 02nd August, 2025

Vadodaraના વાઘોડિયા રોડ વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો પાસે એક સાપને પથ્થરથી મારી નાખવામાં આવતા અરેરાટી વ્યાપી ગઈ. વૃંદાવન ચોકડી પાસે મહાવીર પાવભાજીના રસોડા પાસે દોઢેક ફૂટનો બિનઝેરી સાપ આવી જતા દુકાનદારે નોકરને તેને મારવાનું કહેતા તેણે પથ્થરથી છુંદી નાખ્યો. આ બનાવથી જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો, અને ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ.