યમુના EXPRESSWAY પર અકસ્માત: 8 બસ અને 3 કાર અથડાઈ, આગ લાગી, 4 લોકોના મોત.
યમુના EXPRESSWAY પર અકસ્માત: 8 બસ અને 3 કાર અથડાઈ, આગ લાગી, 4 લોકોના મોત.
Published on: 16th December, 2025

મથુરામાં યમુના EXPRESSWAY પર ગાઢ ધુમ્મસને કારણે અનેક વાહનો અથડાયા, જેમાં 8 બસ અને 3 કાર સળગી. અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા અને 25 ઘાયલ થયા. બલદેવ પોલીસ સ્ટેશન નજીક આ ઘટના બની, જ્યાં આગ્રાથી નોઇડા જઈ રહેલા વાહનો પાછળથી અથડાયા. 10થી વધુ ફાયર બ્રિગેડે આગ બુઝાવી અને ટ્રાફિક ડાયવર્ટ કરાયો. પોલીસ મૃતકોની ઓળખ કરી રહી છે.