વલસાડમાં મેઘતાંડવના લીધે અગરિયા પરિવારોની રોજગારી અને જીવનનિર્વાહ પર સંકટ
વલસાડમાં મેઘતાંડવના લીધે અગરિયા પરિવારોની રોજગારી અને જીવનનિર્વાહ પર સંકટ
Published on: 30th July, 2026

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલ મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. છરવાડા, ધરાસણા, કરદીવા, ભાગલ જેવા ગામોમાં મીઠાના અગરો પાણીમાં ગરકાવ થતાં તૈયાર થયેલો લાખો ટન મીઠો ધોવાઈ ગયો છે. આ કુદરતી આફતથી મીઠા ઉત્પાદકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને હજારો અગરિયા પરિવારોના રોજગારી તથા જીવનનિર્વાહ પર ગંભીર સંકટ ઊભું થયું છે. રાજ્યના મહત્વના મીઠા ઉત્પાદન ક્ષેત્રમાં આ વર્ષે થયેલ વિનાશ અગરીયાઓની આખા વર્ષની કમાણીને રેલમાં તણાઈ ગઈ છે.