વડોદરાના લાલબાગ પાંજરાપોળમાં પશુઓની જાળવણી મુદ્દે ગૌરક્ષકો-સંચાલકો આમને-સામને
વડોદરાના લાલબાગ પાંજરાપોળમાં પશુઓની જાળવણી મુદ્દે ગૌરક્ષકો-સંચાલકો આમને-સામને
Published on: 30th July, 2026

વડોદરાના લાલબાગ પાંજરાપોળમાં પશુઓની જાળવણીને લઈને વિવાદ સર્જાયો છે. ગૌરક્ષકોનો આરોપ છે કે પશુઓની યોગ્ય દેખભાળ થતી નથી, જેના કારણે ત્રણ ગાયોના મોત થયા અને 12 ગાયોની હાલત ગંભીર છે. સંચાલકો ભ્રષ્ટાચારમાં વ્યસ્ત હોવાનો અને મૂંગા પશુઓ પ્રત્યે બેદરકારી દાખવવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. જોકે, પાંજરાપોળના સંચાલકોએ આ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે પશુઓને નિયમિત તબીબી સારવાર, ઘાસચારો અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હાલમાં 400 પશુઓની ક્ષમતાવાળા પાંજરાપોળમાં 300 પશુઓ છે અને માત્ર 6 ગાયોની સારવાર ચાલી રહી છે.