આસામમાં ભીષણ પૂર: 75 લોકોના મોત
આસામમાં ભીષણ પૂર: 75 લોકોના મોત
Published on: 30th July, 2026

આસામ રાજ્યમાં અવિરત મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી ભીષણ પૂરની પરિસ્થિતિમાં મૃત્યુઆંક વધીને 75 થયો છે. આ પૂરમાં સવા ત્રણ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે ઓડિશાના પાંચ જિલ્લાઓમાં બે લાખથી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. NDRF, SDRF અને સેનાની ટુકડીઓ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડીને રાહત કેમ્પોમાં આશરો અપાયો છે. સરકારે મૃતકોના પરિવારોને આર્થિક સહાય અને બેઘર થયેલા લોકો માટે પુનર્વસન પેકેજની જાહેરાત કરી છે.