ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
Published on: 30th July, 2026

ગુજરાતમાં હવામાન વિભાગ (IMD) દ્વારા 7 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ છે. જોખમી માળખાં દૂર કરવા, જર્જરિત મકાનોમાંથી સ્થળાંતર અને રાહત-બચાવ ટુકડીઓને સજ્જ રાખવા જેવા પગલાં લેવા આદેશ અપાયો છે.