અમદાવાદમાં વહેલી સવારે 2.6 તીવ્રતાનો ભૂકંપ
અમદાવાદમાં વહેલી સવારે 2.6 તીવ્રતાનો ભૂકંપ
Published on: 30th July, 2026

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) મુજબ, 30 જુલાઈના રોજ સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી આશરે 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ (SSW) વિસ્તારમાં 20 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઓછી તીવ્રતાને કારણે કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવી ધ્રુજારીનો અનુભવ થયો હતો.