અમદાવાદ હેરિટેજ સિટીમાં જર્જરિત મકાનો, દોઢ મહિનામાં 30 ધ્વસ્ત
અમદાવાદ હેરિટેજ સિટીમાં જર્જરિત મકાનો, દોઢ મહિનામાં 30 ધ્વસ્ત
Published on: 30th July, 2026

હેરીટેજ સિટી અમદાવાદના કોટ વિસ્તારમાં જૂના મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા દોઢ મહિનામાં, આસ્તોડિયા, દરિયાપુર, માણેક ચોક, રાયપુર અને ગોમતીપુર જેવા વિસ્તારોમાં લગભગ 30 જેટલા મકાનો અને દીવાલો તૂટી પડી છે. આ ઘટનાઓએ પોળના રહીશોમાં ભયનો માહોલ સર્જ્યો છે, ખાસ કરીને જ્યારે દરિયાપુરમાં એક મહિલાનું મકાન ધરાશાયી થતાં મૃત્યુ થયું હતું. ઘણા મકાનો અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી, રહેવાસીઓ સતત જોખમ હેઠળ જીવી રહ્યા છે.