વડોદરાના કારેલીબાગ વુડા ભવનમાં આગ
વડોદરાના કારેલીબાગ વુડા ભવનમાં આગ
Published on: 30th July, 2026

વડોદરાના કારેલીબાગ સ્થિત વુડા ઓફિસના છઠ્ઠા માળે આવેલી નગરપાલિકાઓની પ્રાદેશિક કમિશનરની કચેરીમાં ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં નગરપાલિકાઓને લગતા મહત્વના દસ્તાવેજો અને ફર્નિચર ખાક થઈ ગયા હતા. વાયરીંગમાં આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવા બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે, જેની તપાસ માટે પોલીસ ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લઈ રહી છે.