રોકાણકારો માટે ખુશીના સમાચાર! 14 મહિના પછી Niftyએ રેકોર્ડ તોડ્યો અને નવી ઊંચાઈ હાંસલ કરી.
રોકાણકારો માટે ખુશીના સમાચાર! 14 મહિના પછી Niftyએ રેકોર્ડ તોડ્યો અને નવી ઊંચાઈ હાંસલ કરી.
Published on: 27th November, 2025

ભારતીય શેરબજારે આજે નવી ઊંચાઈઓ સર કરી ઇતિહાસ રચ્યો છે. Nifty 50 લગભગ 90 પોઈન્ટ વધીને 26,295.55ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નિફ્ટીએ 26,277.35ની સપાટી હાંસલ કરી હતી. સેન્સેક્સ પણ 300 પોઈન્ટ વધીને 85,912.94 પર ટ્રેડ કરી રહ્યો છે અને તેની રેકોર્ડ સપાટીની નજીક છે. BSE પર ઘણા શેરોમાં તેજી જોવા મળી રહી છે.