ઈન્ફોસિસના શેરધારકોએ બાયબેક ઓફરના કદથી આઠ ગણાથી વધુ શેરો સુપરત કર્યા.
ઈન્ફોસિસના શેરધારકોએ બાયબેક ઓફરના કદથી આઠ ગણાથી વધુ શેરો સુપરત કર્યા.
Published on: 28th November, 2025

ઈન્ફોસિસના શેરધારકોએ બાયબેકના કદ કરતા આઠ ગણા વધુ શેરો કંપનીને બાયબેક પેટે સુપરત કર્યા છે. ડેટા પ્રમાણે, ૧૦ કરોડ શેરની ઓફર સામે શેરધારકોએ 82.60 કરોડ શેર સુપરત કર્યા. પ્રતિ શેર ₹1800ના ભાવે કંપનીએ ₹18000 કરોડના શેર્સ બાયબેક કરવાની ઓફર 20 નવેમ્બરના ખુલ્લી મૂકી હતી, જે 26મી નવેમ્બરે સમાપ્ત થઈ. બાયબેક માટે કંપનીએ 14 નવેમ્બર રેકોર્ડ ડેટ નિશ્ચિત કરી હતી.