વિશ્વની પહેલી રડારવાળી X-47 ક્રોસઓવર બાઇક લોન્ચ, ₹2.49 લાખની કિંમત, ફુલ ચાર્જમાં 323 કિમી રેન્જ.
વિશ્વની પહેલી રડારવાળી X-47 ક્રોસઓવર બાઇક લોન્ચ, ₹2.49 લાખની કિંમત, ફુલ ચાર્જમાં 323 કિમી રેન્જ.
Published on: 27th September, 2025

ઇલેક્ટ્રિક બાઇક ઉત્પાદક અલ્ટ્રાવાયોલેટે ભારતમાં X-47 ક્રોસઓવર લોન્ચ કરી છે, જે વિશ્વની પ્રથમ રડારવાળી બાઇક છે. આ બાઇક ફુલ ચાર્જ પર 323 કિમીની રેન્જ આપે છે અને ભારતીય બજાર માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. એડવેન્ચર સ્ટાઇલની આ બાઇકમાં એવિએશનથી પ્રેરિત ડિઝાઇન છે, જે શહેરથી લઈને ખરાબ રસ્તાઓ માટે યોગ્ય છે. તેની પ્રારંભિક કિંમત ₹2.49 લાખ છે. તેમાં ડ્યુઅલ-ચૅનલ ABS, ટ્રેક્શન કંટ્રોલ અને ADAS જેવાં સેફ્ટી ફીચર્સ પણ છે.