એશિયા કપ ફાઈનલ પહેલાં પાકિસ્તાનનો ડ્રામા: હારિસ રઉફ પર ICCનો દંડ PCB ચીફ મોહસીન નકવી ચૂકવશે.
એશિયા કપ ફાઈનલ પહેલાં પાકિસ્તાનનો ડ્રામા: હારિસ રઉફ પર ICCનો દંડ PCB ચીફ મોહસીન નકવી ચૂકવશે.
Published on: 27th September, 2025

એશિયા કપ 2025માં પાકિસ્તાન ટીમ રમતના બદલે બીજા કારણોથી ચર્ચામાં છે. ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે, જ્યાં ભારત સામે મેચ છે. ફાઈનલ પહેલાં PCBએ સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ICCમાં ફરિયાદ કરી અને PCB ચેરમેન મોહસીન નકવી હારિસ રઉફ પર લાગેલો ICC દંડ વ્યક્તિગત રીતે ચૂકવશે. હારિસ રઉફને ICCએ ગાળાગાળી કરવા બદલ દંડ ફટકાર્યો હતો. વિરાટ કોહલીના નામના નારાથી તે ગુસ્સે થયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)એ હારિસ રઉફ અને સાહિબઝાદા ફરહાનના વ્યવહારને અયોગ્ય માનતા ICCમાં ફરિયાદ કરી હતી.