મોબાઇલ એપથી Digital Life Certificate જમા કરવાની સરળ અને સુરક્ષિત પ્રક્રિયા.
મોબાઇલ એપથી Digital Life Certificate જમા કરવાની સરળ અને સુરક્ષિત પ્રક્રિયા.
Published on: 16th December, 2025

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રાષ્ટ્રવ્યાપી Digital Life Certificate (DLC) અભિયાન 4.0માં ભાગીદારી નોંધાવાઈ. આ અભિયાનનો હેતુ પેન્શનરોને "જીવન પ્રમાણ" મોબાઇલ એપ્લિકેશન દ્વારા Digital Life Certificate જમા કરાવવાની પ્રક્રિયા સરળ બનાવવાનો છે. રાજકોટ ડિવિઝનના એકાઉન્ટ્સ વિભાગ દ્વારા વિવિધ બેંક શાખાઓમાં વિશેષ DLC શિબિરો યોજાઈ. સિનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજરની ઓફિસ, રાજકોટ ખાતે હેલ્પ ડેસ્ક ચલાવાયું. આ શિબિરો દ્વારા 425 નિવૃત્ત રેલવે કર્મચારીઓને લાભ મળ્યો.