જલાલપુર પ્રાથમિક શાળામાં બાળસંસદની ચૂંટણી: વિદ્યાર્થીઓએ લોકશાહી પ્રક્રિયાનો અનુભવ મેળવ્યો.
Published on: 27th July, 2025
બોટાદના જલાલપુર પ્રાથમિક શાળામાં આનંદદાયક શનિવાર અને બેગલેસ ડે અંતર્ગત બાળસંસદની ચૂંટણી યોજાઈ. જેમાં બાળકોને લોકશાહી, ચૂંટણી પ્રક્રિયા અને બંધારણથી માહિતગાર કરવાનો હેતુ હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને લોકશાહી કાર્યપ્રણાલીનો અનુભવ મેળવ્યો. આઠ જેટલા મંત્રીઓની પસંદગી થઇ, જેમાં મહામંત્રી તરીકે જેલી ડાયાણી ચૂંટાયા. આ પ્રવૃત્તિ નવી શિક્ષણ નીતિ 2020 અનુસાર જ્ઞાન આપવાનો હેતુ સિદ્ધ કરે છે. આ સાથે EVM અને VVPAT જેવા સાધનોની સમજ આપવામાં આવી.

Published on: July 27, 2025