ઉમેરાવાળી મહાકાળી મંદિરમાં મહાપ્રસાદનું આયોજન.
ઉમેરાવાળી મહાકાળી મંદિરમાં મહાપ્રસાદનું આયોજન.
Published on: 29th March, 2026

વડોદરાના ન્યુ VIP રોડ સ્થિત ઉમેરાવાળી મહાકાળી માતાજીના મંદિરમાં ચૈત્ર નવરાત્રિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન થયું. શ્રી ઉમેરાવાળી મહાકાળી યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ચોપ્પન ક્વાર્ટર સહિત આસપાસના રહીશોએ ઉત્સાહથી ભાગ લીધો. ભક્તોએ પંગતમાં બેસી પ્રસાદ લીધો અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો.