હિંમતનગર અષ્ટવિનાયક મંદિરમાં સંકટ ચતુર્થીની ઉજવણી: ગણપતિને 21 KG મોસંબી અર્પણ.
હિંમતનગર અષ્ટવિનાયક મંદિરમાં સંકટ ચતુર્થીની ઉજવણી: ગણપતિને 21 KG મોસંબી અર્પણ.
Published on: 10th September, 2025

હિંમતનગરના છાપરિયા વિસ્તારના વિનાયકનગર સ્થિત અષ્ટવિનાયક ગણપતિ મંદિરમાં સંકટ ચતુર્થીની ભવ્ય ઉજવણી થઈ. ગણપતિદાદાને 21 KG મોસંબી અર્પણ કરાયા. સવારે 5:30 કલાકે અભિષેક અને 6:15 કલાકે આરતી યોજાઈ. યજમાન નિર્મલભાઈ પટેલે પૂજન સાથે ધ્વજારોહણ કર્યું. સાંજે 7 કલાકે આરતી અને રાત્રે 8:33 કલાકે ચંદ્રદર્શન થશે. ભક્તોએ ફળોના શણગારના દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો.