દરિયાઈ સુરક્ષા માટે પોલીસની પહેલ: લખપતના કોટેશ્વર સેક્ટરમાં માછીમારો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક.
દરિયાઈ સુરક્ષા માટે પોલીસની પહેલ: લખપતના કોટેશ્વર સેક્ટરમાં માછીમારો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક.
Published on: 10th September, 2025

લખપતના કોટેશ્વર સેક્ટરમાં દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા પોલીસ વિભાગ દ્વારા પહેલ કરાઈ. જેમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક અને DySP બી. કે. ઝાલાની ટીમે કોટેશ્વર સેક્ટરની મુલાકાત લીધી. PI આર.ડી. ઝાલા અને PSI કોટિયાએ કપૂરાશી અને મુંધવાના માછીમારો સાથે બેઠક કરી, લોકોને દરિયાઈ સુરક્ષા માટે સતર્ક રહેવા જણાવ્યું અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો મરીન પોલીસને જાણ કરવા સૂચના અપાઈ. આ પહેલનો હેતુ દરિયાઈ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે.