શહેરાના બાહી ગામમાં તળાવનું પાણી ખેતરોમાં ફરી વળ્યું, ખેડૂતો લાચાર: મદદની માંગ.
શહેરાના બાહી ગામમાં તળાવનું પાણી ખેતરોમાં ફરી વળ્યું, ખેડૂતો લાચાર: મદદની માંગ.
Published on: 10th September, 2025

પંચમહાલના શહેરા તાલુકાના બાહી ગામમાં તળાવનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન થયું છે. સર્વે નંબર 77/1, 77/3 અને 84માં આવેલી જમીનોમાં પાણી ભરાયું છે. 20થી વધુ પશુઓ સાથે ખેડૂતો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. ગ્રામ પંચાયતે JCB મશીનથી પાણી નિકાલની ખાતરી આપી પણ મદદ ન મળી. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.