બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી વાવમાં સ્થિતિ વિકટ; ભાખરી ગામ 70 કલાકથી સંપર્કવિહોણું અને ગ્રામજનોના જીવ તાળવે ચોંટી ગયા.
બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી વાવમાં સ્થિતિ વિકટ; ભાખરી ગામ 70 કલાકથી સંપર્કવિહોણું અને ગ્રામજનોના જીવ તાળવે ચોંટી ગયા.
Published on: 10th September, 2025

બનાસકાંઠામાં ભારે વરસાદથી તબાહી સર્જાઈ છે, ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદમાં જળબંબાકારની સ્થિતિ છે. વાવમાં પૂર જેવી સ્થિતિથી ભાખરી ગામ 70 કલાકથી સંપર્કવિહોણું છે, ઠીમા અને વાવના રસ્તાઓ બંધ છે. ગ્રામજનોએ બચાવ કામગીરીની અપીલ કરી છે અને સરપંચે પૂરગ્રસ્ત રસ્તાઓ પાર ન કરવાની ચેતવણી આપી છે. તેઓ તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે.