મનરેગામાં કૌભાંડના આરોપસર આપના ધારાસભ્ય ચૈતર વસાવાની CM ભૂપેન્દ્ર પટેલને તપાસ માટે પત્ર.
મનરેગામાં કૌભાંડના આરોપસર આપના ધારાસભ્ય ચૈતર વસાવાની CM ભૂપેન્દ્ર પટેલને તપાસ માટે પત્ર.
Published on: 10th September, 2025

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી મનરેગા યોજનામાં થતા ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગ કરી છે. મનરેગા અધિનિયમ મુજબ શ્રમિક અને મટીરીયલનો 60:40 રેશિયો જાળવવો જરૂરી છે, પરંતુ એજન્સીઓ નિયમોનું ઉલ્લંઘન કરી બોગસ બિલોથી કરોડોનો ભ્રષ્ટાચાર આચરે છે. દાહોદ, ભરૂચ, નર્મદા જેવા આદિવાસી જિલ્લાઓમાં મોટા પાયે કૌભાંડ ચાલી રહ્યું છે. વસાવાએ મટીરીયલ સપ્લાય કરતી એજન્સીઓની પ્રક્રિયા રદ કરી ગ્રામ પંચાયતોને જવાબદારી સોંપવા અપીલ કરી છે.