ઉજ્જૈનથી 17 કિલોની ‌‘ચંદ્રમૌલેશ્વર’ સ્વરૂપની મૂર્તિ લવાઈ, 2 મહિનામાં પાલખી તૈયાર કરાઈ
ઉજ્જૈનથી 17 કિલોની ‌‘ચંદ્રમૌલેશ્વર’ સ્વરૂપની મૂર્તિ લવાઈ, 2 મહિનામાં પાલખી તૈયાર કરાઈ
Published on: 23rd August, 2026

ચાંદખેડાના મહાકાલેશ્વર મંદિરમાં 24મીએ પ્રથમવાર ઉજ્જૈન શૈલીની ભવ્ય પાલખી યાત્રા નીકળશે. આ યાત્રા માટે ઉજ્જૈનથી પીતળ અને લાકડાની 17 કિલોની ‘ચંદ્રમૌલેશ્વર’ સ્વરૂપની દિવ્ય મૂર્તિ લાવવામાં આવી છે. યાત્રાનું મુખ્ય આકર્ષણ 20 ફૂટના ટ્રેલર પર બિરાજમાન થર્મોકોલ, કાગળ અને રૂમાંથી બનેલું ઉજ્જૈનના મહાકાલની પ્રતિકૃતિ જેવું શિવલિંગ રહેશે, જે અનોખી શર્માએ દોઢ મહિનાની મહેનતથી તૈયાર કર્યું છે. વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને વિસ્તૃત રૂટ સાથે આ યાત્રા સંપન્ન થશે.