અમદાવાદના ન્યુ મણિનગર થી રિંગરોડ સુધી સ્ટ્રીટ લાઈટની અધૂરી કામગીરી
અમદાવાદના ન્યુ મણિનગર થી રિંગરોડ સુધી સ્ટ્રીટ લાઈટની અધૂરી કામગીરી
Published on: 23rd August, 2026

અમદાવાદ શહેરના રામોલ-હાથીજણ વોર્ડમાં ન્યુ મણિનગર ચાર રસ્તાથી રામોલ રીંગરોડ સુધીના દોઢ કિલોમીટરના રોડ પર સ્ટ્રીટ લાઈટ લગાવવાની કામગીરી અધૂરી હોવાથી વાહનચાલકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ અને ડિવાઈડર બનાવ્યા બાદ સ્ટ્રીટ લાઈટના થાંભલા તો ઉભા કરી દેવાયા છે, પરંતુ બે મહિના વીતી જવા છતાં લાઈટો લગાવવામાં આવી નથી. જેના કારણે રાત્રિના સમયે સમગ્ર વિસ્તારમાં અંધારું છવાઈ જાય છે, જે અકસ્માતોને નોતરી શકે છે. સ્થાનિકો તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે.