મોરબીના ઘુટું ગામમાં પાણીની તંગી
મોરબીના ઘુટું ગામમાં પાણીની તંગી
Published on: 23rd August, 2026

મોરબીમાં ભલે નદી-નાળા અને ડેમ છલકાયા હોય, પરંતુ ઘુટું ગામની રામકો વિલેજ સોસાયટીમાં પાણીની ગંભીર સમસ્યા છે. અહીં વસવાટ કરતા આશરે 900 શ્રમિક પરિવારોને પાણી માટે મોંઘા ભાવના ટેન્કરો મંગાવવા પડે છે, જે તેમની આર્થિક સ્થિતિને કારણે ખૂબ મુશ્કેલ છે. 16 વર્ષથી આ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને અનેક રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ નિરાકરણ આવ્યું નથી. 'હર ઘર નલ સે જલ' યોજના પણ અહીંના રહીશો માટે મજાક બની રહી છે.