છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર સાડીમાં દોડ્યા, કહ્યું- નંબર ન આવ્યો પણ મજા આવી
છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર સાડીમાં દોડ્યા, કહ્યું- નંબર ન આવ્યો પણ મજા આવી
Published on: 23rd August, 2026

છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનો અનોખો અંદાજ જોવા મળ્યો, જ્યાં તેઓ સાડી પહેરીને બોડેલીના રસ્તા પર દોડ્યા. આ 4 દિવસ પહેલાં યોજાયેલી 'સાડી દોડ' માં 7 વર્ષથી 70 વર્ષની 1500 મહિલાઓએ ભાગ લીધો હતો. દોડવીરોનો ઉત્સાહ વધારવા ખુદ કલેક્ટરે દોટ મૂકી. બોડેલી સેવા સદનથી અલીપુરા ચાર રસ્તા સુધી યોજાયેલી આ દોડમાં મહિલાઓનો ઉત્સાહ વધારવા ડીજે અને કાર્ટૂન કેરેક્ટરની પણ વ્યવસ્થા હતી. દોડ બાદ સૌએ સંગીતના તાલે ઝૂમીને આનંદ માણ્યો.