શામળપુરમાં પત્નીની કુહાડી મારી હત્યા, પતિ લાશ પાસે બેઠો
શામળપુરમાં પત્નીની કુહાડી મારી હત્યા, પતિ લાશ પાસે બેઠો
Published on: 23rd August, 2026

શામળાજી પાસે શામળપુરમાં ઘર કંકાસ બાદ પતિએ કુહાડી મારી પત્નીની હત્યા કરી. ગુસ્સામાં આવેલો પતિ પત્નીની લાશ પાસે બેસી રહ્યો હતો. શામળાજી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિને ઝડપી પાડ્યો. મૃતક કૈલાસબેનના પુત્રની ફરિયાદ મુજબ, ઘરકામ બાબતે ઝઘડો થયો હતો. નજીક આવેલી મહિલાઓ પણ પતિનો ગુસ્સો જોઈ ગભરાઈ ગઈ હતી. પોલીસે આરોપી પ્રભુદાસ વીરજીભાઈ ગામેતી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.