બોટાદના સાલૈયા ગામે મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો
બોટાદના સાલૈયા ગામે મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો
Published on: 23rd August, 2026

બોટાદના સાલૈયા ગામે SOG ટીમે મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન, ગોરકડા ગામનો માત્ર બી.એ. પાસ આ શખ્સ છેલ્લા ત્રણ મહિનાથી દવાખાનું ચલાવતો હોવાનું બહાર આવ્યું. પોલીસે તેની પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શનો, ગ્લુકોઝની બોટલો, સિરપ, સ્ટેથોસ્કોપ, બીપી મીટર સહિત ₹૨૧,૦૦૦ થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.