સુરેન્દ્રનગર વોર્ડ નં. 10 માં જોરાવરનગર બ્રિજ પાસે પાણીની લાઈન લીકેજ
સુરેન્દ્રનગર વોર્ડ નં. 10 માં જોરાવરનગર બ્રિજ પાસે પાણીની લાઈન લીકેજ
Published on: 23rd August, 2026

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 10માં, જોરાવરનગરથી રાજ હોટલને જોડતી મુખ્ય પાણીની પાઈપલાઈન બ્રિજ પાસે લીકેજ થતાં લાખો લીટર શુદ્ધ પાણીનો ગટરમાં વેડફાટ થઈ રહ્યો છે. આ લીકેજને કારણે રસ્તા પર પાણી ભરાયા છે. તંત્ર દ્વારા વારંવાર રિપેરિંગ કરાયું હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી. શહેરમાં પાણીની અછત વચ્ચે આવા વેડફાટ સામે લોકોમાં રોષ છે. આ અંગે તાત્કાલિક અને કાયમી સમાધાનની માંગ કરવામાં આવી રહી છે.