મોરબી મનપાએ શહેરમાંથી દબાણ હટાવવાની કાર્યવાહી શરુ કરી
મોરબી મનપાએ શહેરમાંથી દબાણ હટાવવાની કાર્યવાહી શરુ કરી
Published on: 23rd August, 2026

મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા અને જાહેર માર્ગો પર થતા દબાણને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. આ ફરિયાદોના પગલે, મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) દ્વારા હાઉસિંગ બોર્ડથી મહેન્દ્રનગર સુધીના વિસ્તારોમાં સઘન કાર્યવાહી હાથ ધરાઈ. આ દરમિયાન, આડેધડ લારીઓ અને ખાટલા ગોઠવી દબાણ કરતા 45 વિક્રેતાઓની લારીઓ જપ્ત કરવામાં આવી. રવાપર રોડ પર પણ દબાણ કરનારાઓને દંડ ફટકારવામાં આવ્યો. અગાઉ ઠપ્પ થયેલી 'વન રોડ વન વીક' ઝુંબેશ ફરી શરૂ કરવામાં આવી છે.