સુરેન્દ્રનગરમાં અણઘટનાથ મહાદેવ દક્ષિણામૂર્તિ સ્વરૂપે બિરાજમાન
સુરેન્દ્રનગરમાં અણઘટનાથ મહાદેવ દક્ષિણામૂર્તિ સ્વરૂપે બિરાજમાન
Published on: 23rd August, 2026

હાલ શ્રાવણ માસમાં ઝાલાવાડવાસીઓ મહાદેવની ભક્તિમાં લીન છે. સુરેન્દ્રનગરમાં આવેલું અણઘટનાથ મહાદેવ મંદિર તેની દક્ષિણામૂર્તિ સ્વરૂપ માટે વિશેષ છે. સમગ્ર ભારતમાં આવી માત્ર બે જ મૂર્તિઓ છે, જેમાં ઉજ્જૈન મહાકાલ મંદિર અને આ અણઘટનાથ મંદિરનો સમાવેશ થાય છે. 101 વર્ષથી વધુ જૂના આ મંદિરનો ઇતિહાસ વઢવાણ સ્ટેટ સાથે જોડાયેલો છે. હરિદ્વારથી આવેલા બ્રાહ્મણો દ્વારા જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગ પરથી આ મંદિરનું નિર્માણ થયું. વાસ્તુશાસ્ત્ર મુજબ દક્ષિણ દિશામાં સ્મશાન હોવા છતાં મહાકાલ તરીકે પૂજા થાય છે. 1923માં મુળજી જેઠા ભાટિયા પરિવારે ભવ્ય મંદિર બંધાવ્યું હતું, જેનો 2004-05માં લોકસહકારથી જીર્ણોદ્ધાર કરાયો.