મુંછોવાળો નકલી પોલીસ આઇ.ડી. બતાવી રોફ જમાવતો પકડાયો, BREZZA અને નકલી પોલીસના રોફનું સત્ય બહાર આવ્યું.
મુંછોવાળો નકલી પોલીસ આઇ.ડી. બતાવી રોફ જમાવતો પકડાયો, BREZZA અને નકલી પોલીસના રોફનું સત્ય બહાર આવ્યું.
Published on: 06th November, 2025

આણંદમાં નકલી પોલીસ બની ફરતો 26 વર્ષીય યુવક પકડાયો, ટાઉન પોલીસે GJ-23-CJ-8843 નંબરની BLACKFILM વાળી BREZZA ગાડી સાથે ધરપકડ કરી. આરોપીએ નકલી આઈ.ડી. કાર્ડ બતાવી પોલીસ હોવાનો દાવો કર્યો, પરંતુ ફરજના સ્થળ વિશે પૂછપરછમાં ભાંડો ફૂટી ગયો. પોલીસે તેની પાસેથી બનાવટી આઈ.ડી., પોલીસ લખેલી પ્લેટ, બે મોબાઈલ ફોન અને મીડિયાનું આઈ.ડી. કાર્ડ જપ્ત કર્યું. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.