રાગ બિન્દાસ: AI ‘રાણી’ અને ‘રોબોટ’ રાજા! સૌભાગ્યવંતી સગવડ.
રાગ બિન્દાસ: AI ‘રાણી’ અને ‘રોબોટ’ રાજા! સૌભાગ્યવંતી સગવડ.
Published on: 31st August, 2025

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)વાળા કાલ્પનિક પાત્ર સાથે પરણવાની આજકાલ અમુક લોકોને ચળ ઊપડી છે. જેમ આપણે ‘Google’માં સવાલ પૂછીએ એમ AI એપ સાથે સુંવાળો સંબંધ બંધાઈ જાય છે. અમેરિકામાં વિકાએ AI બોયફ્રેન્ડ ‘કેસ્પર’ સાથે સગાઈ કરી. ભવિષ્યમાં AI લગ્નમાં કન્યા મંગળસૂત્ર નહીં પણ ‘Bluetooth pairing’વાળું મશીન પહેરશે. ચીનમાં 75 વર્ષના વડીલે AI મોડેલ સાથે પ્રેમ થતાં પત્નીને છૂટાછેડા આપવા અરજી કરી.