ગુજરાત દ્વારા પંજાબના પૂર પીડિતો માટે સહાય: CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સહાય સામગ્રી ટ્રેનને લીલી ઝંડી આપશે.
ગુજરાત દ્વારા પંજાબના પૂર પીડિતો માટે સહાય: CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સહાય સામગ્રી ટ્રેનને લીલી ઝંડી આપશે.
Published on: 11th September, 2025

પંજાબમાં પૂરથી સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે માનવતાના ધોરણે મદદ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર પંજાબના પૂરગ્રસ્તો માટે જીવનજરૂરી વસ્તુઓની સહાય મોકલશે. CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર રેલવે સ્ટેશનથી રાહત સામગ્રી ભરેલી ટ્રેનને રવાના કરશે. સહાયમાં શુદ્ધ પાણી, ખાદ્ય પેકેટ્સ, કપડાં, દવાઓ જેવી વસ્તુઓ હશે. PM નરેન્દ્ર મોદી પંજાબ અને હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને અસરગ્રસ્તોને મળશે. પૂરના કારણે પંજાબમાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે અને 1.75 લાખ હેક્ટર જમીન પરનો પાક નાશ પામ્યો છે.