નેપાળમાં ખંભાળિયાના ચાર લોકો ફસાયા: કાઠમંડુની હોટલમાં સુરક્ષિત, આવતીકાલે ભારત પરત ફરશે.
નેપાળમાં ખંભાળિયાના ચાર લોકો ફસાયા: કાઠમંડુની હોટલમાં સુરક્ષિત, આવતીકાલે ભારત પરત ફરશે.
Published on: 11th September, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર યુવાનો નેપાળમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે તોફાન અને આગજનીના કારણે કાઠમંડુમાં ફસાયા છે. વડત્રા ગામના રામદેભાઈ ચાવડા સહિત કેશોદ, વિરમદળ અને કલ્યાણપુરના યુવાનોનો સમાવેશ થાય છે. રામદેભાઈના જણાવ્યા અનુસાર તેઓ કાઠમંડુની હોટલમાં સુરક્ષિત છે અને 12મી તારીખે તેમની ભારત પરત ફરવાની ફ્લાઈટ છે. District Collector R.M. Tanna દ્વારા ફ્લાઈટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરાઈ છે.