સુરેન્દ્રનગર પોલીસે નેત્રમ CCTVથી ₹25,000ની પટોળાની થેલી શોધી માલિકને પરત કરી.
સુરેન્દ્રનગર પોલીસે નેત્રમ CCTVથી ₹25,000ની પટોળાની થેલી શોધી માલિકને પરત કરી.
Published on: 11th September, 2025

સુરેન્દ્રનગર પોલીસે 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ નેત્રમ CCTVની મદદથી ₹25,000ની પટોળાની થેલી શોધી. લીંબડીના ભાવેશભાઈ મકવાણાની આ થેલી આઇશર વાહનમાં ભુલાઈ ગઈ હતી. નેત્રમ ટીમે CCTV કેમેરાથી વાહન નંબર GJ-13-AW-29788 શોધી વઢવાણ પોલીસની મદદથી થેલી પરત અપાવી. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ.