11 સપ્ટેમ્બરથી સરદાર સન્માન યાત્રા: બારડોલીથી શરૂઆત, સોમનાથમાં સમાપન, 1800 કિમી અને 355 ગામમાં ફરશે.
11 સપ્ટેમ્બરથી સરદાર સન્માન યાત્રા: બારડોલીથી શરૂઆત, સોમનાથમાં સમાપન, 1800 કિમી અને 355 ગામમાં ફરશે.
Published on: 09th September, 2025

અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિતે 1800 કિમીની "સરદાર સન્માન યાત્રા"નું આયોજન છે. આ યાત્રા 11 સપ્ટેમ્બર, 2025 થી બારડોલીથી શરૂ થઈ ગુજરાતમાં 355 ગામોમાં ફરશે અને 22 સપ્ટેમ્બરના રોજ સોમનાથમાં સમાપ્ત થશે. આ યાત્રા દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપશે. દરેક ધર્મ, જ્ઞાતિ, વર્ગ અને ભાષાને એકત્ર કરવાનું કાર્ય કરશે.